કોરોના મહામારીના સમયમાં લૉનના હપ્તાની પઠાણી ઉઘરાણી કરતા પીડિતે પોલીસ નો સહારો લીધો

સંદીપ વિઠ્ઠલભાઈ રાખોલીયા નામના વ્યક્તિને ફોન ઉપર લોનના હપ્તાની ગેરકાયદે ઉઘરાણી કરી ધાક-ધમકી આપી ઘરનો સામાન લઈ જવા બાબતે ધમકી અપાતા તેણે પોલીસ સ્ટેશનનો સહારો લીધો હતો.

આ ફરિયાદીએ તેની લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે IDFC ફર્સ્ટ લોન વિભાગમાંથી તેમણે મોબાઇલની ૧૮,૫૦૦ ની લોન અને બીજી પર્સનલ લોન 80 હજાર એમ કુલ મળી બે લોન લીધેલી છે. એમાંથી મોબાઈલ લોન નો ફક્ત એક હપ્તો ભરવાનો બાકી છે જ્યારે લોકડાઉન દરમ્યાન પર્સનલ લોન ના ચાર રસ્તા ભરેલા હતા.

ફરિયાદમાં તેઓ જણાવે છે કે જ્યારે લોન લીધી ત્યારે તે લોન તેમની પત્નીના નામે લીધેલી હતી. તેઓ લોનના હપ્તા સમયસર ભરી દેતા હતા.પરંતુ ત્યાર બાદ લોકડાઉન થતાં તેનો ધંધો પણ હાલમાં બંધ છે. જેથી તેઓ આ લોનના હપતા ભરી શક્યા નથી.

ત્યારબાદ IDFC ફર્સ્ટ ના કર્મચારી નો હપ્તો ની ઉઘરાણી માટે ફોન આવતા તેમણે તેના મિત્ર સર્કલ પાસેથી ઉછીના પાછીના પૈસા લઈને મોબાઈલનો એક હપ્તો ભર્યો હતો.જ્યારે તારીખ 21 ના રોજ આરોપી સ્વાતિ પટેલે ફરિયાદીના ફોન ઉપર 11:00 વાગ્યે ફોન કરેલો અને પૈસાની ઉઘરાણી કરી હતી. ફરિયાદીએ પૈસા ન હોવાથી પાંચથી સાત દિવસનો સમય માગ્યો હતો પરંતુ તેઓએ આ વાત પર ધ્યાન ન આપતા ફોન કાપી નાખ્યો હતો.

ફરીથી ફોન આવ્યો ત્યારે ત્રણથી ચાર મિનિટ જેટલી વાત થઈ હતી અને આ દરમિયાન તેમણે વાતચીત કરતાં ધાક ધમકી આપેલી કે તમારા ઘરે આવીને અમારા કર્મચારીઓ તમારા ઘરેથી કોઇ વસ્તુ ઉઠાવી જશે અને પૈસા નહીં આપો ત્યાં સુધી પાછી નહીં આપે.તેમને ફોનમાં ધમકી મળી હતી કે બે વાગ્યા સુધીમાં પૈસા જમા ન કરાવે તો ફરિયાદીના ઘરે આવીને તેમનો સામાન ભરી જશે.

ત્યારબાદ આરોપીના ધમકીભર્યા ફોન થી ડિપ્રેશનમાં આવી ગયા હતા કે તેમને આત્મહત્યા કરવા સુધીના પગલાં લેવાનો વિચાર આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ વધારે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *