અંબાજીના મોહનથાળને લઇ વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં, કરશે આ મોટું કામ- અંબાજી બંધનું પણ એલાન

ગુજરાત(Gujarat): અંબાજી મંદિર(Ambaji temple)માં છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમય કરતા ચાલી રહેલા પ્રસાદ વિવાદ મામલે વિશ્વ હિન્દુ પરિષદ(VHP) હવે ખુદ મેદાનમાં આવી ગઈ છે. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજીમાં ધરણાં કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ પરંપરાગત પ્રસાદ બંધ કરવા મુદ્દે વિરોધ નોંધાવશે. આ ધરણાં પ્રદર્શનમાં જોડાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રા સંઘો, સંતો, ભક્તોને આહ્વાન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં હિત રક્ષા સમિતિ દ્વારા આજે અંબાજી બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. આજરોજ અંબાજીમાં તમામ વેપારીઓ દ્વારા ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખવામાં આવશે. તેમજ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા માટે બંધ પાડી વિરોધ નોંધવવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે એટલે કે રવિવારના રોજ રાજ્યના તમામ મંદિરોમાં સ્તુતિ કરીને મોહનથાળ વહેંચવામાં આવશે.

મહત્વનું છે કે, અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે હવે ખુદ દાંતાના સ્ટેટ રાજવી દ્વારા900 વર્ષથી વધારે સમયથી ચાલતી મોહનથાળ પ્રસાદ પ્રથાને ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે. જો પ્રસાદ ચાલુ નહીં કરવામાં આવે તો રાજવી પરિવાર દ્વારા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આદ્ય શક્તિમાં જગદઅંબાનું મંદિર વિક્રમ સંવત 1137થી એટલે કે અંદાજે(900 વર્ષ ઉપરાંત સમયથી) મહારાજ સાહેબ જસરાજસિંહ દાંતા સ્ટેટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી અવિરત પણે ચોખ્ખા ઘી માંથી મોહનથાળનો પ્રસાદ બનાવીને માતાજીને ધરાવવામાં આવતો. ત્યારે અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવતા લાખો ભક્તો સહિત સંસ્થાઓ સંગઠનો, ભૂદેવો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

દિવસેને દિવસે આ વિવાદ ઘેરો બનતો જાય છે. ત્યારે અંબાજી માતાજીના ઉપાસક અને દાંતા રાજવી પરિવારનાં મહારાજા પરમવીરસિંહે ખુદ મોહનથાળ પ્રસાદને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જો મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં નહિ આવે તો છેલ્લે કોર્ટ નો સહારો લેવો પડશે તેવી રાજવી પરમવીરસિહ દ્વરા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થવાને લઈને અંબાજી શહેર ભાજપ ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટે પણ ગઈકાલે રાજીનામું આપી દીધું હતું. સુનિલ બ્રહ્મભટ્ટે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દીધું હતું. અનેકવાર રજૂઆતો છતાં પ્રસાદ ચાલુ ન કરવામાં આવતા તેમણે રાજીનામું ધરી દીધું હતું. આ મામલે સુનિલ બ્રહ્મભટ્ટે જણાવતા કહ્યું હતું કે, મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવતા લાખો ભક્તોની લાગણી દુભાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *