આ વર્ષે એવું વાતાવરણ (Atmosphere) રહ્યું હતું કે, એક જ ઋતુમાં દરેક ઋતુના અનુભવ થયા છે. હાલ ફરી એક વખત ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગે (Weather Department) મહત્વની આગાહી (Forecast) કરી છે. આ વર્ષે ઠંડીનું જોર ગુજરાત (Gujarat) રાજ્યમાં ખૂબ જ સારું હતું. થોડા સમય પહેલા ઘણા વિસ્તારોમાં ઠંડીએ વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
હાલ ફરી એક વખત હવામાન વિભાગે ગુજરાતીઓને મહત્વના સમાચાર આપ્યા છે. આગામી બે દિવસ સુધી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે.
સાથોસાથ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચાલુ વર્ષની વાત કરીએ તો, ગત વર્ષે એક જ ઋતુમાં શિયાળો, ઉનાળો અને ચોમાસ નો અનુભવ થયો હતો. હાલ ફરી એક વખત હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા બે દિવસ આવું જ વાતાવરણ રહેશે.
ક્યારે લેશે શિયાળો વિદાય?
શિયાળાની વિદાય અને લઈને પણ હવામાન વિભાગે મહત્વની માહિતી આપી છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં શિયાળો વિદાય લે તેવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.