પત્નીની અંતિમ ઈચ્છા અનુસાર પતિએ વાજતે ગાજતે કાઢી અંતિમયાત્રા- પરિવારે મૃત્યુને પણ મહોત્સવમાં બદલ્યો

ગુજરાત(Gujarat): જૂનાગઢ(Junagadh)ના સોલંકી પરિવાર દ્વારા મૃત્યુને એક પ્રસંગ કે મહોત્સવ બનાવવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, મયૂરભાઈ સોલંકીના પુત્રવધૂ અને શ્રીનાથભાઈના પત્ની મોનિકાબેનનું દુ:ખદ નિધન થયું હતું. અંદરથી તૂટી ગયા હોવા છતાં શ્રીનાથભાઇએ હિંમત રાખીને પત્નીની ઈચ્છા અનુસાર, વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી માત્ર એટલું જ નહિ બેસણામાં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને મોનિકાબેનને સમગ્ર પરિવારે અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, તો ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનને ઉજળું કરતા ગયા છે. સાથે રક્તદાન કેમ્પમાં કુલ 37 બોટલ લોહી એકત્રિત કરવામાં આવ્યું છે. આ રક્ત મેડિકલની સારવાર માટે જેને જરૂરિયાત હશે તેને પૂરું પાડવામાં આવશે.

વધુમાં જણાવી દઈએ કે, મોનિકાબેનના પતિ શ્રીનાથભાઇએ જણાવતા કહ્યું હતું કે, તેના પત્ની સીમંત પ્રસંગ કરીને ડિલિવરી માટે તેના પિયર ગયા હતા. ગત 21 જુલાઈના રોજ તેને અચાનક માથામાં દુખાવો ઉપડ્યો હતો અને તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રસ્તામાં તેને તાણ-આંચકી આવતા તેમની હાલત વધારે ખરાબ થઇ ગઈ હતી. પૂરતી સારવાર આપવામાં આવી આમ છતાં તે નિષ્ફળ નિવડી નહીં. જોકે તબીબોએ કહ્યું હતું કે, માતાના ગર્ભમાં રહેલું બાળક જીવતું છે.

આથી પરિવારજનોની ઈચ્છા અનુસાર, સિઝેરિયન કરીને બાળકની ડિલિવરી કરાવવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી બાળકીના પણ શ્વાસ બંધ થઈ જવા પામ્યા હતા. પરિવારમાં ખુશીની રાહ અને આ ઘટનાથી આઘાત લાગ્યો હતો. મૃત્યુના પાંચ કલાક પછી તેની પાસે તેના પિતાના મિત્ર આવ્યા અને ચક્ષુદાન માટે વાત કરી તો તેને પળવારનો વિલંબ કર્યા વિના જ પરિવારને પૂછ્યા વગર જ ચક્ષુદાન માટે હા પાડી દેવામાં આવી હતી. જોકે તેના આ નિર્ણયને સમગ્ર પરિવાર દ્વારા વધાવવામાં આવ્યો હતો. જોકે આ સમય સૌ કોઇ માટે અઘરો હતો.

ત્યારે આ દરમિયાન રાજકોટમાં કાર્યરત જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાએ બ્લડ ડોનેશન માટે વાત કરી તો તેમાં પણ શ્રીનાથભાઇ દ્વારા હા પાડી દેવામાં આવી હતી અને બેસણામાં બ્લડ ડોનેશન માટે લોકોની લાઇન લાગી ગઈ હતી. મહિલાઓ દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને તેમજ શ્રીનાથભાઇએ ખુદ બ્લડ ડોનેટ કરીને તેની પત્ની મોનિકાબેનને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

બાળક જન્મના વધામણાની તમામ તૈયારી કરી લેવામાં આવી હતી:
અમે તમને જણાવી દઈએ કે, સોલંકી પરિવારમાં બે પુત્રવધૂ છે જેમાં મોનિકાબેન એ નાના પુત્રવધૂ હતા. આ પરિવારનું પહેલુ બાળક હોય સૌ કોઈએ બાળકના સ્વાગત માટેની તમામ તૈયારી કરી લીધી હતી અને બાળક જન્મે તેની ઘડીઓ ગણાતી હતી, પરંતુ બાળક જન્મ્યું પણ ખરા પણ તેને લાંબો સમય રમાડે તે પહેલા જ કુદરત દ્વારા છીનવી લેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *