તંત્રનું બુલડોઝર ફરતા મહિલાએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે… ક્યાં ખાઈશું? ક્યા જશું? અમારા બાળકોનું શું થશે?

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયગાળા બાદ ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 13 માં આવેલા ખોડીયારનગરમાં 80 મકાન પર બુલડોઝર ફેરવીને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈ અઇચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની મોટી ટુકડી ગોઠવીને સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ડિમોલિશનમાં મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ આ તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મનપાની ટીપી શાખા, PGVCL, મહાનગરપાલિકા વિજિલન્સ અને શહેર પોલીસ જોડાઈ છે. ખોડીયારનગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. 80 જેટલા મકાનમાં 120 પરિવાર રહે છે. જેના પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. મકાન તૂટતા લોકો ના તો કોઈને કહી શકે તેમ છે કે ન તો કોઈને પોતાની વેદના કહી શકે. લોકોની આખો સામે જ તેમના ઘરોને તોડી પાડવામાં આવ્યા છે.

જે પણ ઘરોનું ડીમોલીશન કરી દેવામાં આવ્યું છે. આ લોકોને અગાઉ નોટીસ આપવામાં આવી હતી. આ ડિમોલિશનની કામગીરી વખતે 200 જેટલા પોલીસ જવાનોને સાથે રાખીને આ કાર્ય કરવામાં આવ્યું હતું. આ ડીમોલીશનની ક્રિયા વખતે લોકોના સામાન રોડ પર જોવા મળ્યા હતા. જે લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા છે તે લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને પોતાની વેદના ઠાલવી રહ્યા છે. તે લોકોની સામેજ તેમના ઘરો પર જેસીબી અને બુલડોઝર મશીન ફેરવી દેવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, નોતી આપ્યાના થોડાક જ દિવસમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

ઘરમાં રહેતા લોકો રોડ પર આવી ગયા હતા અને સાથે સાથે તેમના સામાન પણ રોડ પર આવી ગયા છે. લોકો હાથ જોડીને અપીલ કરી રહ્યા છે કે, મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવે. કુલ 80 જેટલા મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે. જેને લીધે ઘરમાં રહેતા પરિવારોની છત છીનવાઈ ગઈ છે અને રસ્તા પર આવી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *