ઘણી એવી વાતો તો તમે સાંભળી જ હશે કે અમુક વ્યક્તિઓ પોતાની તમામ ધન-સંપતિ મુકીને સંન્યાસ લઈ લેતાં હોય છે. તેમજ ઈશ્વરનાં ચરણોમાં જ પોતાનું સમગ્ર જીવન વિતાવતા હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.
હાલનાં દિવસોમાં એક મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહી છે. ફોટો IIT થી એમટેક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તે કુલ 2 કરોડ રૂપિયાનાં પગાર પેકેજની નોકરી છોડીને સાધ્વી બની ગઈ છે. સૂત્રોની તપાસમાં જાણવા મળ્યું છે કે આ દાવો સાવ ખોટો છે.
તસવીરમાં જોવાં મળી રહેલ આ મહિલા બરોડાની રાણી રાધિકા રાજે છે. તે IIT માંથી એમટેક નથી કે ન તો એણે જૈન સાધ્વીની દીક્ષા લીધી છે. ફેસબુક વપરાશકર્તા ‘સુરેન્દ્ર કુમાર જૈન’ એ એક મહિલાનો ફોટો પોસ્ટ કર્યો હતો અને સાથે જ લખ્યું હતું કે, સેલરી પેકેજ કુલ 2 કરોડ રૂપિયા. એમટેક, ઇઇઇT. તમામને છોડીને જૈન સાધ્વીની દીક્ષા લઈ લીધી છે.
આ ટિપ્પણીને મહત્વની બતાવતાં જ પોસ્ટની તપાસ પણ શરૂ કરી હતી. આ ફોટો પહેલાં પણ ગૂગલની રિવર્સ ઈમેજ પર “Maharani Of Baroda” નાં કીવર્ડની સાથે શોધ્યો હતો.આ ઈમેજ 6 ઓગસ્ટનાં રોજ પ્રકાશિત થયેલ એક સમાચારમાંથી મળી આવી હતી.
સમાચાર પ્રમાણે એ બરોડાની રાણી રાધિકા રાજે છે, જેને મિલિયોનેર એશિયા મેગેઝિન દ્વારા ‘ધ મોર્ડન ક્વીન’ તરીકે પણ દર્શાવવામાં આવી છે.આ તસવીર એક વેબસાઇટનાં સમાચારમાંથી પણ મળી આઈ છે. જાણકારી એ પણ હતી કે મહારાણી રાધિકા રાજેને મિલિયોનેર એશિયા મેગેઝિન દ્વારા ‘ધ મોડર્ન ક્વીન’ તરીકે પણ દર્શાવવામાં આવી હતી.
સમાચારો પ્રમાણે રાણી રાધિકા રાજે ભારતીય ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે તથા મહારાજાની સાથે લગ્નની પહેલાં એ અગ્રણી સામયિકો તથા પત્રકાર તરીકેનું પણ કામ કર્યું છે.બંને અહેવાલોમાં મહારાણી જૈન સાધુ બનવાનો ઉલ્લેખ થયો નથી.
ત્યારબાદ રાણી રાધિકા રાજે વિશે ગૂગલ પર સર્ચ પણ કર્યું હતું. કીવર્ડ્સની સાથે પણ શોધ કરી હતી પરંતુ મહારાણી ક્યાંયથી પણ જૈન સાધ્વી બની હોય એવાં સમાચાર પણ મળ્યાં નથી.જાણકારી પ્રમાણે રોયલ ગાયકવાડ પરિવાર ગુજરાતમાં આવેક વડોદરાની મધ્યમાં જ સ્થિત લક્ષ્મીવિલાસ પેલેસમાં રહે છે.
આ અંગે લક્ષ્મીવિલાસ પેલેસનાં ચીફ કમ્યુનિકેશન મેનેજર મનજીત ચૌધરીએ જણાવતાં કહ્યું હતું, કે વાયરલ થયેલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવાઓ સાવ ખોટા છે. તસવીર કોઈ જૈન સાધ્વીની નહીં પરંતુ રાણી રાધિકા રાજેની છે.તપાસમાં જાણવા મળી રહ્યું છે, કે આ દાવો સાવ ખોટો છે. તસવીરમાં જોવા મળી રહેલ આ મહિલા બરોડાની રાણી રાધિકા રાજે જ છે. એણે IIT માંથી એમટેક નથી કે ન તો એણે જૈન સાધ્વીની દીક્ષા લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews