lockdown માં ફસાયેલી એક ગર્ભવતી મહિલા જ્યારે પોતાના ગામથી પગપાળા જ હોસ્પિટલ માટે નીકળી તો તેને રસ્તામાં જ પ્રસુતિ પીડા શરૂ થઈ ગઈ. એ સમયે જ ત્યાંથી એક પોલીસ કોન્સ્ટેબલ પસાર થઈ રહ્યા હતા. તેણે ગામની મહિલાઓ પાસે મદદ માગી તો રસ્તા પર જ બાળકની ડીલીવરી થઈ.માણસાઈ બતાવનાર આ મામલો મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લા અલીરાજપુરનો છે.
કોરોનાવાયરસના કારણે 21 દિવસના lockdown ની અસર હવે તમામ જગ્યાએ જોવા મળી રહી છે. આજે શુક્રવારે મધ્યપ્રદેશના અલીરાજપુર માં માસની ગામમાંએક ગર્ભવતી મહિલા જ્યારે હોસ્પિટલ જવા માટે એક્સપ્રેસ અથવા અન્ય કોઇ વાહન ન મળ્યું તો જાતે જ હોસ્પિટલ માટે ચાલી નીકળી પરંતુ રસ્તા વચ્ચે તડપવા લાગી.
આ તડપી રહેલી મહિલાને ગામવાળા જોઈ રહ્યા હતા પરંતુ lockdown ના કારણે ગામની મહિલાઓ પાસે જઈ રહી ન હતી.
આ વચ્ચે જ એક પોલીસ કોન્સ્ટેબલ ક્યાં પહોંચ્યો અને મહિલાએ પ્રેગનેટ સ્ત્રી ને મદદ માટે કહ્યું. પોલીસ ની વાત સાંભળી કેટલીક મહિલાઓ આગળ આવી અને રોડ કિનારે જ ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી. બાદમાં મહિલાને ગાડી દ્વારા નજીકના ગામના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવી જયાં મા અને બાળક સ્વસ્થ છે.
Lockdown માં પોલીસ તમામ લોકોને ઘરમાં રહેવા માટે કઈ રહી છે પરંતુ આ મામલે પોલીસ કોન્સ્ટેબલના વ્યવહારને માનવતા નો પરિચય આપ્યો છે.પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ કોન્સ્ટેબલ ની કામગીરી જોઈ તેના વખાણ કરી રહ્યા છે અને તેને રોકડ રકમ આપવાની વાત પણ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news