ભૂકંપે તુર્કીમાં મચાવ્યો હાહાકાર: કાટમાળ નીચે દટાયેલા બાળકોના શબ્દોએ ભલભલાને રડાવ્યા- જુઓ કરુણ દ્રશ્યો

Turkey Syria Earthquake: તુર્કી, સિરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં સોમવારના રોજ ખૂબ જ વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. 7.8 અને 7.6ની તીવ્રતાના ઝટકાને આ પાડોશી દેશોમાં અંદાજે 8000 કરતા પણ વધારે લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. હાલમાં રાહત અને બચાવ અભિયાન શરૂ છે, પરંતુ મૃતદેહો મળવાનો સિલસિલો હજુ પણ અટકી રહ્યો નથી.

જો વાત કરવામાં આવે તો ખરાબ હવામાન અને મોંઘવારીના સંકટનો સામનો કરી રહેલા તુર્કીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. અહીં મૃત્યુનો આંકડો પણ 4300ને પાર કરી ગયો છે. બીજી બાજુ, સિવિલ વૉર સિરિયા વિશે માત્ર એટલું જ જાણવા મળી રહ્યું છે જેટલું ત્યાંના પત્રકારો આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓને કહી રહ્યા છે.

ત્યારે આ વિનાશકારી ભૂકંપમાં કેટલાક બાળકોનાં અત્યંત કરુણતા ભર્યા વિડીયો સામે આવી રહ્યા છે. જેમનો આબાદ બચાવ થયો છે પરંતુ તેમના માતા-પિતા ક્યાં છે તેમનો પરિવાર ક્યાં છે તે જીવિત પણ છે કે નહીં તે અંગે પણ કેટલાક ને તો ખબર નથી. જ્યારે કેટલાકે પોતાનો તો આખે આખો પરિવાર જ ગુમાવી દીધો છે.

એક નવજાત બાળકે પરિવાર ગુમાવ્યો છે.આ વિનાશકારી તબાહી વચ્ચે માસુમ બાળકોના આક્રંદ અને મજબૂરીનાં દ્રશ્યો ચોક્કસથી કાળજુ કંપાવી દે તેવા છે.

આ તબાહી વચ્ચે સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો સામે આવ્યો જેમાં જોઇ શકાય કે, ધ્વસ્ત ઇમારતના મલબા નીચેથી એક વ્યક્તિ નવજાત બાળકને લઇને હોસ્પિટલ લઇ જતો જોવા મળી રહ્યો છે. વાત એવી છે કે, એક પ્રેગ્નેન્ટ મહિલાએ કાટમાળ નીચે જ નવજાત બાળકને જન્મ આપ્યો અને બાદમાં મહિલાના શ્વાસ રૂંધાઇ ગયા હતા અને તેનું મૃત્યુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *