સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં બળાત્કારના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતના લાલગેટમાં રહેતા યુવકે સ્થાનિક વિસ્તારમાં રહેતી માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટનાની ચોંકાવનારી વાત તો એ હતી કે, હવસ સંતોષવા માટે અબરાર નામના યુવાને ગોડાઉન ભાડે રાખીને યુવતીને હવસનો ભોગ બનાવી હતી અને તેને ગર્ભવતી બનાવી હતી.
જાણવા મળ્યું છે કે, અઠવા લાઇન્સના હબીબશાહ મજીદની પાછળ રહેતો અબરાર ઉર્ફ રહીમ સલીમ શેખ રિક્ષા ચલાવે છે. લાલગેટ વિસ્તારમાં રહેતી એક 30 વર્ષીય યુવતી ઉપર અબરારની દાનત બગડી હતી. આ યુવતી માનસિક રીતે અસ્થિર હતી. તેની સાથે જે કાંઇ થાય છે તેને તેની જાણ રહેતી ન હતી. જેથી તેણે આ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો.
મે 2021માં અબરારે યુવતીના હાથ ઉપર પોતાનો મોબાઇલ નંબર લખી દીધો હતો. ત્યારબાદ યુવતી ઘરની બહાર નીકળી ત્યારે તેને મોટરસાઇકલ ઉપર બેસાડીને લાલગેટમાં આવેલા એક રમકડાના ગોડાઉનમાં લઇ ગયો હતો. આ ગોડાઉનમાં અબરારે યુવતીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર આચર્યા બાદ અબરાર ફરાર થઇ ગયો હતો.
ચાર મહિના બાદ આ યુવતીને પેટમાં દુ:ખાવો થયો હતો. પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં યુવતીનું મેડીકલ ચેકઅપ કરતા તેને ચાર મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે યુવતીની માતાએ તેને પુછતાં યુવતીએ સમગ્ર બાબત જણાવી હતી અને સમગ્ર ઘટના બહાર આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.