આ ઘટના છત્તીસગઢ ના કવર્ધા જિલા ની બતાવવામાં આવેલી છે. જ્યાં બળાત્કાર ના મામલા વિશે સાંભળી ને પોલીસ ના રુંવાટા પણ ઉભા થઇ ગયા. આ ઘટના માં એક પતિ એ એમના દોસ્ત ની મદદ કરતા પહેલા તો એમની પત્ની ની ઈજ્જત જ ખતમ કરી નાખી અને એ પછી ૫૦ રૂપિયા સ્ટેમ્પ પેપર પર ડિવોર્સ લીધો અને પછી એ બંને ના લગ્ન કરાવી દીધા. આ મામલા માં પીડિતા અને એના પરિવાર ના લોકો ને જયારે આ સાજીશ ની ખબર પડી તો એમણે પોલીસ સ્ટેશન માં એફઆઈઆર લખાવી દીધી.
ખબરો અનુસાર પતિ એમના લગ્ન થી ખુશ ન હતો અને તે એમની પત્ની થી છુટકારો મેળવવા ઈચ્છતો હતો. આ કારણે એમણે આ બધું કર્યું. આ ઘટના ની બાબત માં પીડિત મહિલા એ એમના પતિ ના દોસ્ત પર રેપ નો આરોપ લગાવ્યો છે. અમે તમને આ વાત પણ જણાવી દઈએ કે આરોપી પતિ અને પીડિત પત્ની ના વિવાહ ને ફક્ત એક મહિનો જ થયો હતો ને સામાજિક દબાવ માં આવીને યુવકે લગ્ન કરવા માટે હા પાડી હતી, જેના કારણે તે આ સબંધ થી ખુશ નહી પરતું નારાજ હતો.
એ પછી એમણે એમના એક ખુબ જ નજીક ના દોસ્ત ની સાથે મળીને લગ્નજીવન માંથી છુટકારો મેળવવા માટે ની એક પ્લાનિંગ બનાવી. આ ઘટના માં હવે પોલીસ નું કહેવું છે કે મહિલા ની ફરિયાદ પર આ મામલા નો કેસ લખવામાં આવ્યો છે અને એના વિશે ની તપાસ કરવામાં આવી રહી છે.