youth death heart attack in Surat:રાજ્યમાં હાર્ટએટેકથી વધુ એક યુવકનું મોત થયું છે. રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટએટેકમાં વધારો જોઅવા મળી રહ્યો છે. તેમાં હાલ સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં(youth death heart attack in Surat) ટ્રક ડ્રાયવરનું શંકાસ્પદ હાર્ટ અટેકમાં મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.યુવકના મોતના પગલે બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.
જ્યારે પત્ની પણ હાલ ગર્ભવતી છે.ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી કંપનીમાં યુવક ટ્રક લઈ આવ્યો હતો,જ્યાં નો એન્ટ્રી હોવાના કારણે ગેટથી દૂર તેણે પોતાનું વાહન પાર્ક કરી ડ્રાયવર સીટના સ્ટેયરિંગ પર માથું મૂકી સુઈ ગયો હતો. જયારે સિક્યોરિટી ગાર્ડને યુવક બેભાન અવસ્થામાં મળી આવતા તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.ત્યાં ફરજ પર હાજર ડોકટરે આ યુવકને મૃત જાહેર કર્યો હતો.
રાજકુમાર મૂળ મધ્યપ્રદેશનો વતની
મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં રહી ટ્રાન્સપોર્ટ પર ટ્રક ડ્રાયવર તરીકે નોકરી કરતા ટ્રક ચાલકનું હાર્ટ અટેકમાં મોત નિપજ્યું છે.સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો અને મૃતકના સબંધી રાજભોગ શાહુના જણાવ્યા અનુસાર,મૃતક રાજકુમાર શાહું અને તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે.છેલ્લા ત્રણ વર્ષથી રાજકુમાર શાહુ સુરતના ટ્રાન્સપોર્ટ પર ટ્રક ડ્રાયવર તરીકે કામ કરી પોતાની પત્ની, બે સંતાનો અને પોતાના માતા-પિતાનું ગુજરાન ચલાવતો હતો.સુરતના ઈચ્છાપોર ખાતે આવેલ ખાનગી કંપનીમાં રાજકુમાર ટ્રક લઈ માલની ડિલિવરી માટે પોહચ્યો હતો.રાત્રિમાં સાડા મવ વાગ્યાનો સમય હોવાથી કંપનીમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.
રાજકુમાર કંપનીમાં ટ્રક લઈ ગયો હતો
કંપનીમાં નો એન્ટ્રી હોવાથી રાજકુમારને કંપનીના સિક્યોરિટી ગાર્ડે ગેટ પાસે રોકાવી દીધો હતો. રાજુકુમારે પોતાનો ટ્રક કંપનીના ગેટથી થોડા અંતરમાં પાર્ક કરી હતી.જ્યાં ટ્રકના ડ્રાયવર સીટની જગ્યાએ સ્ટેયરિંગ પર માથું મૂકી ત્યાં સુઈ ગયો હતો.ત્યારપછી કંપનીનો ગેટ ખુલતા વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.પરંતુ રાજકુમાર ટ્રક લઈ આગળ ન વધતા સિક્યોરિટી ગાર્ડ તેણે જોવા માટે ગયો હતો.જયારે સ્ટેયરિંગ પર માથું દઈ સુતેલ રાજકુમાર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.ઘટનાની જાણ કંપની અને પોલીસને કરવામાં આવી હતી.જ્યાં તાત્કાલિક રાજકુમાર ને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો
ફરજ પરના હાજર ડોકટરે રાજકુમાર ને મૃત જાહેર કર્યો હતો.યુવકના મોતને લઈ ડોકટરે પણ હાર્ટ અટેકની શંકા વ્યક્ત કરી હતી.જ્યાં પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. જ્યાં પીએમ રિપોર્ટ આવ્યા પછી મોતનું સચોટ કારણ બહાર આવી શકશે.યુવકના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.જ્યારે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.જ્યારે પત્નીને પણ હાલ ગર્ભ છે.જ્યાં પત્ની બાળકને જન્મ આપે તે પહેલાં જ યુવકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.ઘટના અંગે ઈચ્છાપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube