આ દુનિયામાં કેટલીક વાર એવી અજીબોગરીબ ઘટનાઓ બનતી હોય છે કે તેને જાણવું તો એક તરફ રહ્યું પરંતુ માનવું પણ ખુબ મુશ્કેલ બની જતું હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. યુવકે તેના મિત્રોની સાથે સ્નાન કરવા માટે બીચ પર ગયો હતો.
ત્યાં તે બેભાન થઇ ગયો હોવાને લીધે તેને હોશ આવ્યો ત્યારે તેના પેટમાં ખુબ જ દુખાવો થઇ રહ્યો હતો. જયારે ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી તો ડોક્ટર પણ આશ્વર્યમાં પડી ગયાં હતા. આની સાથે જ રીપોર્ટ યુવકને જણાવવામાં આવ્યો ત્યારે યુવક તથા તેના મિત્રો પણ ચોકી ગયા હતા.
આ વ્યક્તિના શરીરમાંથી 12 ઇંચથી પણ વધારે લાંબી માછલીને ડોક્ટરો દ્વારા બહાર કાઢવામાં આવી હતી. માછલી માનવીના ગુદામાર્ગની અંદર ગઈ હતી તેમજ ડોકટરો પાસે ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ વ્યક્તિ આકસ્મિક રીતે માછલી ગળી ગયો હતો. આની સાથે જ સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો તથા ફોટાઓ ખુબ વાયરલ થઈ રહ્યા છે.
જેમાં ડોકટરો દર્દીના શરીરની અંદર ફસાયેલી બ્લુ તિલપિયા માછલીને દૂર કરતા જોવા મળી રહ્યા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, માછલીના કદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પણ તસવીરો પ્રમાણે તેની લંબાઈ 12-16 ઇંચની વચ્ચે છે. ડોકટરોએ જોયું હતું કે, માણસની ગુદામાર્ગમાં એક મૃત માછલી ફસાઈ હતી. જો કે હવે તે માણસ સાવ ઠીક થઇ ગયો છે. આ ચોંકાવનાર ઘટના દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં આવેલ ઝાઓકિંગ ફર્સ્ટ પીપલ્સ હોસ્પિટલમાં બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle