100 ફૂટ ઊંચા ઝાડ પર ચડીને યુવકે પોલીસની સામે જ કરી આત્મહત્યા, જાણો ક્યાંની છે આ ચકચારી ઘટના 

છત્તીસગઢ: તાજેતરમાં જશપુરમાં એક યુવકે બધાની સામે ફાંસી પર લટકીને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો…

છત્તીસગઢ: તાજેતરમાં જશપુરમાં એક યુવકે બધાની સામે ફાંસી પર લટકીને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં જોવા મળે છે કે, યુવક 100 ફૂટ ઊંચા ઝાડ પર ચડી ગયો છે. ત્યારે નીચે ઉભેલા લોકો ચીસો પાડીને તેને ઝાડ પરથી નીચે ઉતરવાની વિનંતી કરે છે. તેમ છતાં યુવક ઝાડ પરથી નીચે ઉતર્યો નહિ અને તે ઉપરથી કહેવા લાગ્યો કે, હું માત્ર મરીશ નહીં, હું તમને પણ મારી નાખીશ. લગભગ એક કલાક પછી તેણે પોતાની બનીયાનનો ફાંસો બનાવીને આત્મહત્યા કરી લીધી.

આ ઘટના સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મનોજ રામ સોમવારે સવારે 9 વાગ્યે જિલ્લા મથકની બાજુમાં આવેલા ગમહરિયા ગામમાં ઝાડ પર ચડી ગયો હતો. યુવકને ઉપર ચડતા જોઈ પરિવારે તેની આત્મહત્યાની શક્યતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન, તેમણે તેને સમજાવવાનું શરૂ કર્યું. ત્યારે આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા.

લોકોએ યુવાનને ઝાડ પરથી નીચે ઉતરવાની વિનંતી કરી હતી. પણ તે નીચે ઉતર્યો નહી. લોકોનું કહેવું છે કે, વૃક્ષની ઉંચાઈ લગભગ 100 ફૂટ છે. યુવકના ઝાડ પર ચડ્યા બાદ તેને ઉતારવા માટે ઘણા લોકો ઝાડ પર ચડ્યા હતા. પરંતુ, આ યુવાન જ્યાં હતો ત્યાં સમયસર તેઓ પહોંચી શક્યા નહીં. ત્યારબાદ 10 વાગ્યે યુવકે તેણે પહેરેલી બનીયાન ઉતારી લીધી અને ફાંસો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.

મળતી માહિતી મુજબ, યુવક મનોજ રામ છેલ્લા બે-ત્રણ દિવસથી ડિપ્રેશનમાં હતો. તેણે તેના ભાઇ પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારથી તેની હાલત કથળી છે. અકસ્માત સમયે પોલીસને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પરંતુ, પોલીસ પણ કંઇ કરી શકી નથી. SDOP રાજેન્દ્ર પરિહારએ જણાવ્યું કે, યુવકની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિવારના સભ્યોનું કહેવું છે કે, તેની માનસિક સ્થિતિ 2 દિવસથી સારી નહોતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *