આજે સુરત જીલ્લાના કઠોર કોર્ટ ખાતે કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ અને પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે હાજરી આપી હતી. 5 વર્ષ પહેલાના હાઈવે પર ચક્કાજામના કેસમાં આજે તારીખ પડી હતી. જોકે સહઆરોપી ગેરહાજર રહેતા વધુ સુનાવણી 12 એપ્રિલના હાથ ધરાશે. હાર્દિક કોંગ્રેસથી નારાજ છે તે મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યુ છે કે, હું ખુશ છું. ગઈ કાલે જ સુરતમાં કાર્યકર્તાઓને મળ્યો છું. ઘર મોટુ છે એટલે ચર્ચાઓ થવી સ્વાભાવિક છે. ઘરની વાત છે. ઘરમાં કોઈ ચિંતા નથી. ઘરની વાત ઘરમાં બેસીને સુલટાવી લઈશુ.
આજે કઠોર કોર્ટ ખાતે પત્રકારોએ હાર્દિક પટેલને પ્રશ્ન પૂછ્યો હતો કે, આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં, તે અંગે જવાબ આપતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને ખબર નથી. મારું પ્લાનિંગ તમને કેમ ખબર પડે? આમ કહીને તેમણે આ અંગે કંઈ ખબર ન હોવાનું કહી દીધું હતું અને જવાબ આપવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે હાર્દિકે સુરતના સરદાર ફાર્મમાં ખાનગી મીટિંગ બોલાવી હતી, જેમાં પોતાના તરફી કોંગ્રેસી નેતાઓને બોલાવાયા હતા અને આગામી સમયમાં કોંગ્રેસ પ્રમુખ પાટીદાર જ હોવો પડે તે અંગે ચર્ચાઓ થઈ હતી. જો આવું ન બને તો અન્ય વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ને પણ પાટીદાર આંદોલનના નેતાઓ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે જાહેર મંચ પરથી પોતાની સુરતની રેલિમા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં રહેલા સારા નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવા આહવાન છે. ત્યારે હવે કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય છે કે નહીં તે જોવું રહ્યું.
ચોંકાવનારી વાત તો એ છે કે સુરતમાં જે કોંગ્રેસના નેતાઓ જેવા કે, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, શકિતસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, મધુસુદન મિસ્ત્રી, હિંમતસિંહ પટેલ, શૈલેશ પરમાર, કદીર પીરઝાદા, વિરજી ઠુમર, સાગર રાયકા, સોનલ પટેલ ને હાર્દિક પટેલ નથી ગમતો તે સુરતની ટિકિટ ફાળવણીમાં થયેલી ગોલમાલ દરમ્યાન જાહેર થઈ ચૂક્યું છે કારણકે હાર્દિક પટેલના સમર્થકોની ટિકિટ કાપવામાં ઉપરોક્ત નેતાઓ જ વિલન બન્યા હતા. અને આ બાબતે હાર્દિકે પોતાને કોંગ્રેસના જુના જોગીઓ અવગણે છે તેવું નિવેદન પણ આપ્યું હતું.
અત્રે ઉલેખનીય છે કે, 5 વર્ષ પહેલા ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન નેશનલ હાઈવે પર કામરેજ નજીક પાસ ના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને જેને લઇ પાસ અલ્પેશ કથીરિયા સહીત અનેક લોકો પણ ગુના નોંધાયા હતા અને જેમાં કાર્યકરોની પૂછપરછ બાદ હાર્દિક પટેલનું નામ ખુલ્યું હતું.
કામરેજ પોલીસ મથકમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહીતના કાર્યકરો પર ગુનો નોંધ્યો હતો. આ કેસ કામરેજની કઠોર કોર્ટમાં ચાલી રહ્યો છે, જેની આજરોજ તારીખ હતી અને હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જોકે મીડિયા દ્વારા પુછાયેલા કોંગ્રેસ સાથે નારાજગી તેમજ આમ આદમી પાર્ટી સાથેના જોડાણના સવાલ પૂછતાં હાર્દિકે તેના જવાબ આપ્યા હતા.
કઠોર કોર્ટમાં આજરોજ ઉપરોક્ત ચાલી રહેલા કેટમાં ચાર્જ ફ્રેમ થવાની હતી, પરંતુ હાર્દિક સિવાય અન્ય આરોપી અલ્પેશ કથીરિયા તેમજ સંજય માવાણી ગેરહાજર રેહતા આજે કોર્ટ કાર્યવાહી અધુરી રહી હતી તેમજ નામદાર કોર્ટ દ્વારા આગામી ૧૨ એપ્રિલના દિવસે વધુ કાર્યવાહીની તારીખ ફાળવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle