અમદાવાદના કમિશ્નર બોલ્યા માત્ર અમદાવાદમાં 31 મે સુધી 8 લાખ કોરોના પોઝિટિવ કેસ આવી શકે છે, જાણોગણિત

લોકડાઉન-2 ખૂલવામાં હવે ફક્ત 9 દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસ ડબલિંગને ઘટાડવા કોર્પોરેશન ખુબ મહેનત કરી રહ્યું છે. અમદાવાદના મ્યુ. કમિશનર વિજય નહેરાએ આજે પોતાના ફેસબૂક લાઈવમાં જણાવ્યું હતું કે અમાદવાદમાં હાલ દર ચાર દિવસે કેસો ડબલ થાય છે. જો આ જ દરે કેસો વધતા રહ્યા તો મે મહિનાના અંત સુધીમાં માત્ર અમદાવાદમાં 8 લાખ લોકોને તેનો ચેપ લાગી શકે છે.

અમદાવાદ શહેરમાં 17 એપ્રિલે 600 કેસ હતા, જે 20 દિવસે ડબલ થઈ 1200 થઈ ગયા. જોકે, હવે કેસ ડબલિંગ રેટ ચાર દિવસનો થયો છે. જો હાલના દરે જ એટલે કે દર ચાર દિવસે જ કેસ ડબલ થાય તો 15 મે સુધી અમદાવાદમાં 50,000 અને 31 મે સુધીમાં 8 લાખ લોકો કોરોનાનો ભોગ બની શકે છે. તેમણે લોકડાઉન ખૂલે ત્યાં સુધી કેસ ડબલિંગ રેટ ચાર દિવસને બદલે આઠ દિવસ કરવામાં સફળતા મળવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જો અમદાવાદમાં કેસ ડબલિંગનો રેટ 10 દિવસનો કરી શકાય તો 15 મે સુધીમાં શહેરમાં માત્ર 7 હજાર કેસ થાય, અને મેના અંત સુધીમાં 20-25 હજાર કેસ જ થાય. જોકે, દુનિયાના ખૂબ જ ઓછા દેશો આ કામ કરી શક્યા છે. નેહરાએ જણાવ્યું હતું કે, 18થી 45 વર્ષના યુવાનોને કોરોના વાયરસ હાનિ નહીં પહોંચાડી શકે, પરંતુ સિનીયર સિટીઝન્સ માટે આ વાયરસ ભયાનક સાબિત થઈ શકે છે. તેમાંય હાર્ટ, કિડની કે પછી ફેફસાની કોઈપણ બીમારી ધરાવતા સિનીયર સિટીઝન્સને બચાવવા આપણે ખૂબ મહેનત કરવી પડશે. લોકડાઉન ખૂલે તે પછી સિનીયર સિટીઝન્સને બચાવા માટે AMC દ્વારા ‘વડીલોને પડખે અમદાવાદ’ કેમ્પેઈન શરુ કરવામાં આવશે. જેમણે આપણને ઉછેર્યા છે તેમની કાળજી લેવાનો હવે સમય છે.

ગુજરાતમાં તાજેતરના દિવસોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ગુરુવારે જ કોરોનાના 217 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 2624 પર પહોંચી ગઈ છે. ભારતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત દેશનું બીજી સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્ય બની ગયું છે. જો કે ઓછા કેસ આવે તે માટે ઓછા ટેસ્ટ થવાનો પણ આરોપ લાગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *