Rajkot: વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને લોકો આપઘાત કરવાના બનાવો સમગ્ર ગુજરાતમાં સામે આવતા રહે છે. જેમાં લોકો વ્યાજખોરીના કારણે આવા વધુ પગલા ભરે છે. શાહુકારોના ત્રાસથી કંટાળીને આજે રાજકોટ શહેરમાંથી આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવનનો અંત આણ્યો છે. કોલસાના વેપારીએ પોતાની દુકાનની છત સાથે દોરડાથી લટકીને આપઘાત કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે હનુભા રાઠોડે 50 હજારના બદલામાં મકાન લખાવ્યું હતું, જય પટેલે એક લાખમાં 13 લાખ માગ્યા હતા, 13 તોલા સોનું પણ લીધું હતું, આ સિવાય અન્ય બે લોકોની સુસાઈડ નોટમાં લખેલું છે.
મૃતક રવાભાઇના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે લખ્યુ હતું કે હનુભા રાઠોડ પાસેથી રૂા. 50,000 લીધા હતા. અને ધમકાવી મકાન લખાવી લીધું હતુ. આરોપી જય પટેલ પાસેથી રૂા. 1 લાખ લીધા હતા. જે એક લાખના 13 લાખ માંગે છે અને 13 તોલા સોનુ જમા રાખેલ છે.
ભરતે બીજા પાસેથી 30,000 લીધા હતા, જેના પગલે 11.50 લાખ લીધા હોવા છતા પઠાણી ઉઘરાણી કરતો હતો. તેમજ વધુ એક શખ્સ પાસેથી 55,000 હજાર લીધા હતા. જેના બદલે તે 14.50 લાખ લીધા હોવા છતા તે ધમકી આપતો હતો. આ દરેક વિગતો તેમાં લખેલી હતી, જે તાલુકા પોલીસે કબજે કરી છે.
વાસાભાઈએ જણાવતા કહ્યું કે, આજથી વીસેક દિવસ પહેલા રવાભાઈ ગામડે આવ્યો ત્યારે તેણે વાત કરી હતી કે, તેને ધંધામાં મોટી નુકશાની ગઇ છે. ત્રણ-ચાર વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે. જેનુ તેને વ્યાજ અને મૂળ રકમ પરત આપી દીધી હોવા છતાં હેરાન-પરેશાન કરતા હોવાનું અને તેમનું મકાન તેમજ તેના અને તેની પત્નીના ઘરેણા લઇ લીધા હોવાની વાત કરી હતી.
આ ઘટનાને પગલે પરિવારજનો રોષે ભરાયા હતા અને તેમણે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસે સુસાઇડ નોટના આધારે હનુભા રાઠોડ, જય પટેલ, ભરત પટેલ, અજય પટેલ સહિત ચાર વ્યાજખોરો વિરુદ્ધ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.