હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં છેતરપીંડીની ઘટનાઓ હાલમાં સમગ્ર રાજ્યમાંથી સામે આવી રહી છે. હાલમાં ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી રહી છે. ઠગ ચોર ટોળકીએ હવે મંદિરોને પણ પોતાનાં ટાર્ગેટ બનાવવાં લાગ્યાં છે.
નવાં-નવાં આઈડિયા અપનાવીને ઠગ ટોળકીઓ મંદિરમાં હવે પૂજા કરવાનાં બહાને પહોંચી જતાં હોય છે. જ્યાં એકાદી મહિલાને પોતાની વાતોમાં ફસાવીને એમની કિંમતી વસ્તુઓને ઉતરાવી લેતાં હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.
પૂજારીની પત્નીને માત્ર 100 રૂપિયા આપીને કુલ 97,000 રૂપિયાનાં દાગીનાને લઈને શખ્સ રફુચક્કર થઈ ગયો છે. રાણીપ વિસ્તારમાં આવેલ ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં પંકજ પડ્યા પૂજાની વિધિ કરાવે છે. એમનાં કુલ 60 વર્ષીય પત્ની મનીષાબેન પણ દરરોજ એમની સાથે મંદિર જતાં હોય છે.
મંગળવારની સાંજે પંકજભાઈ કોઈપણ વિધિ કરવાં માટે મંદિરથી બહાર ગયા હતાં. આ સમયે મનીષાબેન મંદિરમાં એકલાં જ હતાં. ત્યારે એક યુવક મનીષાબેનની નજીક આવ્યો હતો અને કહ્યું હતું, કે મેં નવી દુકાન લીધી છે મારે પૂજા કરવી છે.
આ યુવકનાં હાથમાં એક થેલી પણ હતી. મનીષાબેન કઈપણ સમજે એની પહેલાં જ આ યુવકે એમને જણાવતાં કહ્યું, મારી માનતા છે એટલે તમે માત્ર 100 રૂપિયા રાખો તેમજ તમે પહેરેલ દાગીનાને પડિકામાં મૂકીને તમારી પાસે જ રાખી લો તથા અડધો કલાક પછી આ દાગીનાને તમે લઈ લેજો.
આવું કહીને ભેજાબાજે મનીષાબેનનાં દાગીનાને પડિકામાં પેક કરાવી દીધા હતાં તેમજ એમને માત્ર 100 રૂપિયા આપીને જ જતો રહ્યો હતો. મનીષાબેને પડિકામાં જોતાં જ એમનાં દાગીના ન હતાં જેથી એમને તાત્કાલિક પોલીસને જાણ કરીને આ બાબતની ફરિયાદ પણ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews