આપણા સૌનાં ઘરમાં મંદિર તો હશે જ. બધાં લોકો સવાર તેમજ સાંજ એમ કુલ 2 વાર મંદિરમાં ભગવાનની આરતી પણ કરતાં જ હોય છે પણ ઘણી વખત આરતી કરતી વખતે નાની એવી ભૂલ થઈ જતી હોય છે. આજે અમે આપની માટે આવી જ એક જાણકારી લઈને સામે આવ્યા છીએ કે, ભગવાનની આરતી અથવા તો પૂજા કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે.
મંદિર અથવા તો પૂજા સ્થાનનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે કે, જ્યારે સ્થાપના કરવાં માટેનાં નિયમોનુ પાલન કરવામાં આવે. આ માટે જરૂરી છે કે, મંદિરની વ્યવસ્થિત રીતે સ્થાપના કરવી અને પુજા સ્થળને પવિત્ર રાખવું જોઈએ. બધાં જ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે એની માટે મંદિરનું હોવુ ખૂબ જ જરૂરી છે.
ઘરમાં પૂજાનુ સ્થાન સરખી જગ્યાએ હોય તો ઘરની ખુબ જ સમસ્યા તો આપોઆપ જ દુર થઇ જાય છે. સ્વાસ્થય તેમજ મનની સમસ્યાઓનુ નિવારણ ખુબ ઝડપથી થઇ જતું હોય છે પરંતુ જો આ 5 ભૂલ કરશો તો આપનાં ઘરની સમૃદ્ધિ તેમજ સુખ નાશ પામશે.
સામાન્ય રીતે પૂજાનુ સ્થાન એટલે કે મંદિર ઇશાન ખૂણામાં હોવું જોઇએ. જો, ઇશાન ખુણામાં સ્થાપના ન થઇ શકતી હોય તો પૂર્વ દિશામાં સ્થાપના કરવી જોઈએ. પૂજાનુ સ્થાન એક જ હોવું જોઇએ. મંદિરની જગ્યા બદલવી જોઈએ નહી.
પૂજાનુ સ્થાન સામાન્ય પીળાશ પડતુ અથવા તો સફેદ રાખવું જોઈએ. ઘાટા રંગ વાપરઉ જોઈએ નહી. ગુંબજ અથવા તો ખૂણાવાળા મંદિર કરતા નાના સ્થળ પર ભગવાનને બિરાજમાન કરવાં જોઈએ.
મંદિરમાં ભગવાનની સ્થાપનાના નિયમ :
મંદિરમાં ભગવાનની મૂર્તિઓ એવી રીતે સ્થાપિત કરવી જોઈએ કે, જે રીતે ભીડ ન થાય. મંદિરમાં જગ્યા રહે એવી રીતે મૂર્તિઓને રાખવી જોઇએ. જો મૂર્તિની સ્થાપના કરવી છે તો એ કુલ 12 આંગળથી વધારે હોવી જોઇએ નહી. ચિત્ર ગમે એટલુ મોટુ હોય શકે પણ મૂર્તિ નહી. પૂજા સ્થાન પર શંખ, ગોમતી ચક્ર તથા એક પાત્રમાં જળ ભરીને રાખવું જોઈએ નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle