સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે ભારતમાં ભારે કોરોનાની ત્રીજી લહેર આવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જયારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે, ત્રીજી લહેર આવી ચુકી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસે બુધવારના રોજ કહ્યું છે કે, કોરોનાની લહેર હજુ શરૂઆતના તબ્બકામાં છે.
વિશ્વમાં કોરોનાના કેસો અને મોતના વધી રહેલા આંકડાને લઈને તેમને આ પ્રકારની વાત કહી છે. ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસે કહ્યું છે કે, આપના કમનસીબ છે કે આપણે સૌ સંક્રમણની ત્રીજી લહેરના શરૂઆતી તબ્બકામાં પ્રવેશી ગયા છીએ. વિશ્વમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે બનેલી ઇમરજન્સી કમિટીને સંબોધિત કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખે આ વાત કરી છે.
ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસે કહ્યું છે કે, ડેલ્ટા પ્લસ વેરિએન્ટ હવે વિશ્વના 111 દેશોમાં પહોંચી ચુક્યો છે. આ પ્રકારનો વેરિએન્ટ સમગ્ર દુનિયામાં ઘાતક સાબિત થઇ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધ્યક્ષે કહ્યું છે કે, કોરોના વાયરસ સતત પોતાના સ્વરૂપો બદલી રહ્યો છે અને જોખમી, ખતરનાક વેરિએન્ટ તરીકે સામે આવી રહ્યો છે. ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસે કહ્યું છે કે યૂરોપ અને ઉત્તરી અમેરિકામાં રસીકરણની ગતિને ખુબ જ ઝડપી હોવાને કારણે કોરોનાના કેસો અને મોતના આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે સ્થિતિ ફરીથી ગંભીર બની રહી છે.
તેમણે કહ્યું છે કે, ફરી એક વખત વિશ્વમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસે કહ્યું છે કે, છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે કોરોનાના કેસમાં વધારો શરુ થઇ ગયો છે. સાથે સાથે મોતનો આંકડો પણ સતત 10 અઠવાડિયાના ઘટાડા બાદ ફરી વધી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ચીફે વધી રહેલા કેસોને કારણે કોરોના પ્રોટોકોલનું ઉલ્લઘન થઇ રહ્યું હોય તેવું જણાવ્યું છે. નોંધનીય છે કે ગુરુવારના રોજ ભારતમાં પણ નવા કેસોનો આંકડો 40 હજારને પાર પહોંચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.