સુરત(Surat): આ સમયમાં લોકોને થોડું દુઃખ પડે કે આત્મહત્યા કરી લે અથવા તેનાં વિચારો આવવા લાગે છે. આજની યુવા પેઢીમાં આત્મહત્યા એકદમ સામાન્ય બની ગયું છે. ઘણાં પોતાના પ્રેમ માટે તો ઘણાં પરીક્ષા માં નાપાસ થશે તેવા ડરથી પોતાનું અમુલ્ય જીવન પૂરું કરી નાખે છે.
નાપાસ થવાનાં ડરથી યુવતીએ ટુંકાવ્યું જીવન
આજે સુરત(surat)ના મગદલ્લા વિસ્તારમાં બનેલી એવી જ એક ઘટના વિશે આપણે જાણીશું. સુરતના ગદલ્લા વિસ્તારમાં રહેતી હેતાલીએ નાપાસ થવાની બીકથી આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી અનુસાર, હેતાલી કોમ્પ્યુટર ડિપ્લોમા અભ્યાસ કરતી હતી.
તેને અભ્યાસ પતાવીને કેનેડા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેને કેનેડા જવા માટે જે પરીક્ષા આપી હતી તેમાં તેણીને ઓછા બેન્ડ આવ્યા હતા. તેથી તે થોડી હતાશ હતી, પરંતુ કોમ્પ્યુટર ડિપ્લોમાની પરીક્ષા આવી તેમાં પણ તેણી નાપાસ થશે એવાં ડરથી મૂંઝાયને તેણીએ જીવન ટૂંકાવી દીધું.
ગત્ત બપોરે હેતાલીએ તેની માતા સાથે ફોનમાં વાત કરીને જ્યાં રહેતા હતા. ત્યાં ફ્લેટનો દરવાજો બંધ કરીને તેનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારબાદ માતાએ સાંજે ફોન કર્યા પરંતુ એકપણ ફોનનો જવાબ હેતાલીએ આપ્યો ન હોવાથી પિતાએ ઘરે આવીને તપાસ કરી હતી, તો દીકરીએ તેનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ જોતાં જ માતા-પિતા પર માતમ છવાઈ ગયો. આ ઘટના અંગે પરિવારના બધા જ લોકોને ખબર પડતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. જયારે દીકરીના મૃત્યુના સમાચાર પરિવારના લોકોએ સાંભળ્યા તો આખો પરિવાર ખુબ જ દુઃખી થઇ ગયો હતો અને આ બનાવ વિશે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.