માતાજીના પરચાથી તમે વાકેફ જ હશો. કંઈ કામ ન થતું હોય તો લોકો માતાજીની માનતા માને છે અને માતાજી તે લોકોની માનતાઓ પૂર્ણ પણ કરે છે. આવા હજારો કિસ્સાઓ તમે સાંભળ્યા જ હશે. આજે અમે તમને એક એવા જ માતાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે માતાજી સુરતમાં રહી દેશ વિદેશમાં રહેલા તેમના ભક્છેતોની મનોકામના ઓ પૂર્ણ કરે છે.
આ માતાજીના મંદિરે હજારો લોકો દર્શન માટે આવે છે અને મનોકામનાઓ માતાજી સમક્ષ રજૂ કરે છે અને માતાજી પણ આ બધા જ લોકોને મનોકામનાઓ પૂર્ણ કરે છે. સુરતમાં પાર્લેપોઈન્ટ અંબિકા નિકેતન પાસે ખોખલી માતાનું આ મંદિર આવેલું છે. આ મંદિર 100 વર્ષ કરતાં પણ વધારે વર્ષો જુનુ મંદિર છે. અહીના લોકો ઉધરસ મટાડવા માટેની બાધાઓ વધારે રાખે છે અને ખોખલી માતા આ બધા દર્દીઓની બાધા પૂર્ણ પણ કરે છે.
આ મંદિરની દેખરેખ પરિમલભાઈ રાખે છે, તેઓએ કહ્યું હતું કે આ મંદિર પાસે પહેલા એક કૂવો હતો. જે લોકોને ઉધરસ હોય તે લોકોને આપવા માટે થોડું પાણી પીવડાવવામાં આવતું હતું. અને જોતજોતામાં તો તે દર્દીઓની ઉધરસ ગાયબ થઈ જતી હતી. એ સમયે આ કુવાની બાજુમાં માતાજીની નાનકડી દેરી હતી. પરંતુ સમય જતાં જતાં અહીં ભવ્ય મંદિર ઊભું થઈ ગયું.
હાલમાં તમને આ મંદિરની આસપાસ કુવો જોવા નહીં મળે કેમકે, સમય જતાં જતાં આ કૂવો બુરાઈ ગયો હતો જેથી અત્યારે લોકોને કૂવો જોવા મળતો નથી. પરંતુ આજે પણ અહીંયા આવતા માતાજીના ભક્તોની બધી જ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. જેથી ભક્તો ખૂશ થઈને ગાંઠિયા ચડાવે છે.ખોખલી માતાજી ના પરચા ની ચર્ચા કેવલ સુરતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં થઈ રહી છે. એવા કેટલાય ખોખલી માતાજીના ભક્તો છે જે અત્યારે અમેરિકા અને કેનેડામાં રહે છે. એ લોકો ખોખલી માતાજીની બાધાઓ પુરી કરવા માટે સુરત આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.