આજકાલ, વાળ નાની ઉંમરે જ સફેદ થવા માંડે છે. કારણ કે આજની આહારશૈલી આ સમસ્યાનું સૌથી મોટું કારણ છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે એવી પણ રીતો છે કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ વધુ સારી રીતે તેમના સફેદ વાળ કાળા કરી શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે….
વાળ કેવી રીતે કાળા કરવા:
ઉમરમાં વધારો થવાની સાથે જ વાળ તેમજ દાઢી સફેદ થવા લાગે છે. હાલના કેટલાંક યુવાનો સફેદ વાળની સમસ્યાથી ખુબ પરેશાન છે. નાની ઉંમરમાં વાળ સફેદ હોવાને લીધે લોકો એમને મજાકનું પાત્ર બનાવતાં હોય છે. તેથી લોકો સફેદ વાળને દુર કરવા માટે કેમીકલયુકત ડાઈનો ઉપયોગ કરતાં હોય છે પણ આ કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી ત્વચાને ખુબ નુકસાન થાય છે. આની માટે તમે ઘરેલું ઉપચાર અપનાવીને દાઢી અને વાળ કાળા કરી શકો છો.
ફટકડી અને ગુલાબજળ :
વાળને કાળા કરવા માટે ફટકડી તથા ગુલાબજળનો ઉપયોગ કરવો. પેસ્ટ બનાવવા માટે,પહેલા ફટકડીને છીણી લો.ત્યારપછી આ ફટકડીમાં ગુલાબજળ ભેળવીને એને માથાના વાળ તથા દાઢીના વાળ પર લગાવો. મહિનામાં 2 વાર આ ક્રિયા કરવી.
ચાના પત્તાનો કમાલ :
કાળા વાળને કુદરતી રીતે સફેદ વાળ થવાથી બચવા માટેની રીત ચાના પત્તાને પાણીમાં સારી રીતે ઉકાળીને એને ઠંડુ થયા બાદ વાળ પર લગાવવું. સપ્તાહમાં ઓછામાં ઓછા 2 વખત એનો ઉપયોગ કરવો. માત્ર 1 મહિનામાં તમારા વાળ કાળા થઈ જશે.
મહેંદી તથા શિકાકાઈ :
વાળને ફરીથી કાળા કરવા માટે મહેંદી તેમજ શિકાકાઈ નો ઉપયોગ કરવો.માત્ર 1 કપ મહેંદીમાં 1 ચમચી આમળા પાવડર,1 ચમચી શિકાકાઈ,1 ચમચી સાબુનેટ,લીંબુનો રસ, દહીં, નાળિયેર તેલ ભેળવીને આ પેસ્ટને અંદાજે 1 કલાક સુધી રહેવા દો.
નાળિયેર તેલ તથા લીંબુ :
નાળિયેર તેલમાં લીંબુનો રસ ઉમેરીને આ પેસ્ટને અડધો કલાક બાદ વાળ તથા દાઢી પર લગાવવું. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત લગાવવું.
આંબાના ઝાડના પત્તા :
આંબાના પાનને પીસીને પેસ્ટ બનાવીને એને કુલ 15 મિનિટ સુધી વાળ પર લગાવવું. ત્યારપછી ધોઈ નાખવા એનાથી વાળ કાળા,નરમ તેમજ લાંબા થશે.
આંબળા :
આંબળાના રસને બદામના તેલની સાથે ભેળવીને લગાવવું.આ પદ્ધતિ અપનાવવાથી થોડા દિવસમાં સફેદ વાળ કાળા થઈ જશે.
હળદર :
હળદરમાં જોવા મળતી એન્ટિસેપ્ટિક તેમજ એન્ટી બેક્ટેરિયલ ગુણ વાળને વધારવા તેમજ કાળા કરવા માટે કામ કરે છે.વાળ પર હળદરની પેસ્ટ લગાવવાંથી વાળ થોડા દિવસોમાં કાળા થવા લાગશે.
મધના ઉપયોગથી :
1. મધના રસમાં આદુને ચુસ્તપણે ભેળવીને અઠવાડિયામાં 2 વખત નિયમિતપણે વાળ પર લગાવવાંથી ધીરે-ધીરે સફેદ વાળમાં ઘટાડો થવાં લાગશે.
2. વાળને કાળા કરવા માટે દહીં એક ખૂબ અસરકારક ઉપાય છે. આની માટે ટામેટાંને દહીં સાથે ભેળવીને એમાં થોડો લીંબુનો રસ તથા નીલગિરીનું તેલ નાંખવું. અઠવાડિયામાં 2 વખત વાળની માલિશ કરવી. જેનાથી વાળ લાંબા સમય સુધી કાળા અને ઘાટા રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.