ભારતના આ વ્યક્તિએ ચાઈનાને ચારેયકોરથી પાડ્યું ઘૂંટણીયે- નામ જાણી ચોંકી જશો

લદ્દાખમાં ચીનને પછાડવા માટે ભારતે તેની ચારે બાજુ ઘેરાબંધી કરી હતી. સરહદ પરની સેનાને વધારી દેવામાં આવી અને ‘જેવા સાથે તેવા’ની સંપૂર્ણ તૈયારી કરી હતી.…

લદ્દાખમાં ચીનને પછાડવા માટે ભારતે તેની ચારે બાજુ ઘેરાબંધી કરી હતી. સરહદ પરની સેનાને વધારી દેવામાં આવી અને ‘જેવા સાથે તેવા’ની સંપૂર્ણ તૈયારી કરી હતી. તો, આર્થિક અને કૂટનૈતિક ફ્રંટ પર ભારતની રણનીતિને લીધે ડ્રેગન બેકફૂટ પર જવા માટે મજબૂર થયું હતું. ભારતે ચીનને તેની જ ભાષામાં સામો જવાબ આપ્યો અને સામ, દામ, દંડ અને ભેદની નીતિનો યોગ્ય ઉપયોગ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખનાં પ્રવાસ દરમિયાન ચીન સહિત વિશ્વને એક મજબૂત સંદેશ આપ્યો કે, ભારત ડગવાનું નથી.

ચીન સાથે છેલ્લા 3 મહિનાથી લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે નવી દિલ્હીને ઘણાં દેશોએ ફોન કરીને મદદનો વિશ્વાસ આપ્યો. કૂટનૈતિક મોરચા પર જોરદાર ઘેરાબંધીની સાથે-સાથે ભારતે બેઇજિંગને આર્થિક ઝટકો પણ આપ્યો ત્યારપછી તેના પગ ઉખડવા લાગ્યા. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ દરમિયાન અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાન સહિતનાં ઘણાં બીજાં દેશોનાં વિદેશ મંત્રીઓ સાથે પણ વાત કરી.

સરકારનું કહેવું છે, કે આ વાતોથી ભારતને સકારાત્મક પરિણામ મળ્યું. ફ્રાન્સ સાથેની વાતચીત પછી જયશંકરે ટ્વીટ કરતાં કહ્યું હતુ કે, વાતચીત દરમિયાન લાંબી ચર્ચા થઈ. આ દરમિયાન વર્તમાન સંરક્ષણ સ્થિતિ અને રાજનૈતિક મહત્વ પર વાત થઈ હતી.ફ્રાન્સે કોવિડથી સંબંધિત પડકારોને પહોંચી વળવા માટે પણ મદદનો ભરોસો આપ્યો.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અસ્થાયી સદસ્યતાનાં સમર્થનને માટે પણ ફ્રાન્સનો આભાર માન્યો હતો. કૂટનૈતિક સૂત્રોએ જણાવતાં કહ્યું, કે બધાં દેશોમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની માહિતી મેળવવાની જિજ્ઞાસા હતી. તેઓ જાણવા ઇચ્છતા હતા, કે ભારતે આ મામલે પહોંચી વળવા માટે શું યોજના બનાવી છે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ PM નરેન્દ્ર મોદીની લદ્દાખ યાત્રાએ ચીનને ભારતનો મિજાજ બતાવી દીધો. તેનાથી ચીન અને સમગ્ર દુનિયાને જવાબ મળ્યો. આ દરમિયાન ભારત-ચીન વચ્ચે વિવાદાસ્પદ વિસ્તારથી સેનાને હટાવવા માટે સૈન્ય સ્તર પર પણ ઘણી ચર્ચા ચાલતી રહી.

આ દરમિયાન ભારતે પોતાના સૌથી મજબૂત કૂટનૈતિક હથિયાર અજીત ડોભાલનો પણ ઉપયોગ કર્યો હતો. ડોભાલે ચીનનાં વિદેશ મંત્રી વાંગ યી ની સાથે વિડીયો કૉન્ફરન્સ દ્વારા 2 કલાક વાર્તાલાપ કર્યો, જે ભારતે બેધડક પોતાનો પક્ષમાં રાખ્યો. ડોભાલે આ દરમિયાન ચીનને સ્પષ્ટ જણાવતાં કહ્યું, કે સેનાઓને હટાવવાનું કામ 6 જૂનનાં થયેલી બેઠક મુજબ થવું જોઇએ. બંને દેશો સરહદ પરની શાંતિને માટે સંપૂર્ણ સહમત જોવા મળ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *