હાલ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 20 વર્ષના એક વ્યક્તિને વિશ્વના સૌથી ટૂંકા વ્યક્તિનું બિરુદ આપવામાં આવ્યું છે. અફશીન ઈસ્માઈલ ગદરજાદેહે (Afshin Ismail Ghadarzadeh) વિશ્વની સૌથી નાની વ્યક્તિ તરીકે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records) માં પોતાનું નામ નોંધાવ્યું છે. 2 ફૂટ 1 ઇંચની ઊંચાઈ અને 6.5 કિલો વજન ધરાવતો ઈરાની યુવક અફશીન ખૂબ જ નબળું શરીર ધરાવે છે. જેના કારણે તેઓ મોબાઈલ(Mobile) જેવી નાની વસ્તુનો પણ ઉપયોગ કરી શકતા નથી.
જાણવા મળ્યું છે કે, જ્યારે અફશીનનો જન્મ થયો ત્યારે તેનું વજન 700 ગ્રામ હતું. તે ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના બુખાન કાઉન્ટીનો રહેવાસી છે. તેની ઊંચાઈ 2 ફૂટ 1 ઇંચ (65.24 સેમી) છે. અફશીને કહ્યું કે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં આવ્યા બાદ આશા છે કે લોકો તેને ઓળખશે અને લોકો તેની મદદ પણ કરી શકશે. અફશીને કહ્યું કે તેને આશા છે કે તે તેના તમામ સપના પૂરા કરી શકશે.
અફશીને કોલંબિયાના 36 વર્ષીય એડવર્ડ “નીનો” હર્નાન્ડીઝનો 2.7 ઇંચની ટૂંકી ઊંચાઈનો રેકોર્ડ તોડ્યો છે. અફશીને કહ્યું કે તે શારીરિક રીતે એટલો નબળો હતો કે, તે ક્યારેય શાળાએ પણ જઈ શકતો ન હતો. તેને તેના સ્થાનિક ગામમાં પણ કોઈ કામ મળતું ન હતું.
View this post on Instagram
મોબાઈલ ફોન પણ તેમના શરીરની દૃષ્ટિએ ભારે રહે છે. આ જ કારણ છે કે તે મોબાઈલ પણ પકડી શકતો નથી. અફશીનના પિતા ઈસ્માઈલ ગદરજાદેહે જણાવ્યું કે તેમનો દીકરો શારીરિક નબળાઈને કારણે ભણી શકતો નથી. પરંતુ તે માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે.
ત્રણ વર્ષના બાળકના કપડાં પહેરે છે:
અફશીન તાજેતરમાં જ પોતાનું નામ લખવાનું શીખ્યો છે. અફશીને કહ્યું કે તેને તેના કદના કપડાં મળી શક્યા નથી. આ જ કારણ છે કે તે ત્રણ વર્ષનાં બાળકોની સાઈઝનાં કપડાં પહેરે છે.
કાર્ટૂન જોવાનો શોખ છે:
અફશીન તેનો મોટાભાગનો સમય કાર્ટૂન જોવામાં વિતાવે છે. તેનું પ્રિય કાર્ટૂન ટોમ એન્ડ જેરી છે. તાજેતરમાં તેણે Instagram પર @mohamadghaderzadeh_official એકાઉન્ટ પણ બનાવ્યું છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડના એડિટર-ઇન-ચીફ ક્રેગ ગ્લેંડે પણ અફશીન અને તેના પરિવારને મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે સેલિબ્રિટી તરીકે અફશીન તેની આગામી સફરનો આનંદ લેવા તૈયાર છે. તે જ સમયે, અફશીને કહ્યું કે તે દુબઈમાં બુર્જ ખલીફા બિલ્ડિંગની ટોચ પર જવા માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.