કોરોના વાયરસ વિશ્વનાં બીજા દેશોની જેમ મહામારી ન ફેલાવે તે માટે લોકડાઉન જાહેર કરાયુ છે. આ લોકડાઉન સમયમાં કતારગામનાં નવયુવાન ધાર્મિક લાખાણીએ સમયનો સદુપયોગ કરી ઓછી જગ્યામાં અને સામાન્ય ખર્ચે સેનેટાઈઝિંગ મશીન બનાવ્યું છે.
ભારત દેશમાં ટેલેન્ટેડ યુવાનોની કમી નથી. લોકો હાલ લોકડાઉનનો પિરીયડ ચાલી રહ્યો છે ત્યારે લોકો ઘરે બેસી કંટાળી ગયા છે. લોકો સમય પસાર કરવા માટે અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. કતારગામના જૂના પોલીસ સ્ટેશનની પાછળ આવેલાં શાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતાં કોલેજનાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી ધાર્મિક લાખાણીએ સમયનો સદુપયોગ કરી એક સેનેટાઈઝિંગ મશીન બનાવ્યું છે. જો કે સેનેટાઈઝર મશીન બનાવવું અત્યંત ખર્ચાળ છે. તમામ જાહેર જગ્યાએ જ ખાસ કરીને જોવા મળતું હોય છે. આ વહેમનું ધાર્મિકે નિરાકરણ લાવી નાંખ્યું છે.
માત્ર 5 હજારથી પણ ઓછા ખર્ચે ધાર્મિકે સેનેટાઈઝર મશીન બનાવ્યું છે જે ઘરના મુખ્ય દરવાજા તથા દુકાનની એન્ટ્રીગેટ ઉપર લગાવી શકાય છે. આ મશીન એટલું નાનું છે કે નાની જગ્યામાં પણ વ્યવસ્થિત રીતે કોઈને અડચણરૂપ થયા વગર ફીટ થઈ શકે છે. ધાર્મિક લાખાણીનાં જણાવ્યા પ્રમાણે આ મશીન 12 વોલ્ટની સામાન્ય બેટરીનાં માધ્યમથી લેસર સેન્સરથી કામ કરે છે. કુલ ત્રણ સ્પ્રે અલગ અલગ એન્ગલમાં ફીટ કરાયાં છે જેથી જે વ્યક્તિ સેન્સરનાં સંપર્કમાં આવે એટલે વારા-ફરતી સ્પ્રે ચાલુ થઈ જાય છે. 10થી 12 સેકન્ડમાં આખુ શરીર સેનેટાઈઝ થઈ જાય તેવી લાગણી ધાર્મિકે વ્યક્ત કરી હતી. અઢીથી ત્રણ દિવસનાં બેટરી બેકઅપ ઉપર મશીન ચાલે છે. કોઈ જ વધારાનો વિજ ખર્ચ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે જે પ્રમાણે હાલ મહામારી ચાલી રહી છે તેને કારણે આવા હોમ સેનેટાઈઝ મશીનની જરૂર આગામી અમુક મહિનાઓ સુધી તમામ લોકોને રહેશે જ. નજર હટી, દુઘર્ટના ઘટી એવી પરિસ્થિતી ન સર્જાય તે માટે જ સરકારે લોકડાઉન જાહેર કર્યુ છે. આપણી મહત્વતા કેટલી છે તે આપણો પરિવાર જ સમજી શકે છે. સમય-પાણી અને વિદ્યુતનો બચત કરનારું આ મશીન આવનારા દિવસોમાં કારગત સાબિત થશે તેવું હાલની પરિસ્થિતી ઉપરથી દેખાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news