બેંગ્લોરમાં એક કરોડપતિ ઑટો ડ્રાઇવનો કેસ સામે આવ્યો છે. આ કરોડપતિ ઓટો ચલાવે છે અને 100-200 રૂપિયા લઈને લોકોને તેમના સ્થાનો પર પહોંચાડે છે, પરંતુ જ્યારે તેની સંપત્તિનો ખુલાસો થયો ત્યારે આવકવેરા વિભાગના અધિકારીઓ આશ્ચર્યચકિત થઇ ગયા. તેની પાસે કરોડોની સંપત્તિ છે. કરોડોનું મકાન છે, ગાડીઓ છે, પરંતુ તે હજી પણ ઓટો ચલાવે છે.
કરોડપતિ ઓટો ડ્રાઇવરની પોલ ખુલી
બેંગ્લોરમાં, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ ઓટો ડ્રાઇવરની કરોડોની સંપત્તિ જાહેર કરી છે, જે ઓટો રીક્ષા જ ચલાવે છે, પરંતુ તેની પાસે સંપત્તિ કરોડોની છે. ઇનકમ ટેક્સ અધિકારીઓ પણ તેની મિલકત વિશે જાણીને આશ્ચર્યચકિત થઇ ગયા. ઑટોચાલકે 2 કરોડનો વિલા ખરીદ્યો છે તે પણ કેશ પેમેન્ટ કરીને, આ ઉપરાંત ગાડીઓ અને બેલેન્સ પણ છે.
2 કરોડના ઘરનો માલિક
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, ઓટો ઓટોરિક્ષા ચાલક નલુરલ્લી સુબ્રમણીની પાસે 2 કરોડનો ભવ્ય વિલા છે. નલુરલ્લી સુબ્રમણીએ ઓટો ચલાવવું ચાલુ રાખ્યું, પરંતુ અચાનક એક દિવસ તે કરોડપતિ બની ગયો. તેણે 2 કરોડ રૂપિયા કેશ ચૂકવીને વિલા ખરીદ્યું. આ વિલા ખરીદતાની સાથે જ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ નલુરલ્લી સુબ્રમણી પર આવી અને વિભાગે તપાસ શરૂ કરી.
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે માર્યો છાપો
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ઓટો રીક્ષા ડ્રાઇવર પાસેની મિલકતનો અંદાજો થઇ ગયો હતો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પ્રથમ તેને નોટિસ મોકલી અને પછી તેના વિલા પર છાપો માર્યો. જ્યારે આ પૈસા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે અમેરિકન મહિલાને કારણે તેની કિસ્મત બદલાઈ ગઈ છે. તેને જ તે મહિલાને વિલા ભાડેથી અપાવ્યું હતું, પરંતુ જ્યારે મહિલા વિલા છોડી ગઈ ત્યારે તેણે કરોડોની સંપત્તિ તેના નામે કરી દીધી.