અમદાવાદ(Ahmedabad): હવે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)ને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ ખુબ જ જોરશોરથી ચાલી રહી છે. આ તહેવારનું ખુબ હજ મહત્વ માનવામાં આવે છે. સામાન્ય રીતે ગણેશ ભગવાનને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં અમદાવાદના ગુલબાઈ ટેકરામાં રહેતા ગણેશભાઈ માટે ગણેશ ભગવાન વિઘ્નહર્તા પણ બન્યા છે અને દુઃખ હર્તા પણ બન્યા છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના…
મળતી માહિતી અનુસાર, 47 વર્ષના ગણેશભાઈ હાલ સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગી રહ્યા છે પરંતુ તેઓ માત્ર ગણેશ મહોત્સવ માટે બે મહિનાના પેરોલમ પર જેલ બહાર આવ્યા છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા બજારમાં ગણેશભાઈનો સ્ટોલ છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા ગણેશભાઈ હાલ બે મહિનાના પેરોલ પર બહાર આવ્યા છે. ગણેશ મહોત્સવ એ તેમના પરિવાર માટે આવકનો એક માત્ર સાધન છે
આ અંગે ગણેશભાઈ ભાટીએ જણાવ્યું કે, મારા બાપ દાદાના સમયથી અમે લોકો ગણેશની મૂર્તિ બનાવવાનું કામ કરીએ છીએ પરંતુ 2004માં જે પ્રકારની પરિસ્થિતિ થઈ તેને લઈને હવે ધંધો પડી ભાંગ્યો છે પરંતુ મને ફરી એકવાર મોકો મળ્યો છે કે હું સમાજમાં ફરી એકવાર પોતાનું સ્થાન મેળવી શકું જેલમાં અઢી વર્ષ ગુજાર્યા બાદ ગણેશભાઈ અને તેમના પરિવારે તેમની કલા વિશે જેલમાં વાત કરી અને બસ ત્યારથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની શરૂઆત થઈ ગઈ.
જાણવા મળ્યું છે કે, વર્ષ 2006 દરમિયાન જ્યારે માટીની મૂર્તિ વિશે કોઈ નહોતું જાણતું. એ સમયે ગણેશભાઈ અને તેમના પરિવારએ 30થી પણ વધારે ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ જેલમાં બનાવી હતી. વર્ષ 2017માં યોજાયેલી ગણેશજીની પ્રતિમા બનાવવાની સ્પર્ધામાં ગુજરાત જેલમાંથી ગણેશભાઈએ પ્રતિનિધિત્વ કર્યું હતું. આજ ગણેશ ભાઈની મૂર્તિકળાને લીધે તેમને દર વર્ષે પેરોલ પર રજા આપવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશભાઈને ગણેશજીની મૂર્તિ બનાવવા રાજા આપવામાં આવી છે.
આ અંગે ગણેશભાઈના પત્નીએ જણાવ્યું હતું કે, તેમના પતિ જ્યારે મૂર્તિઓ બનાવવા માટે પેરોલ પર રજા લઈને આવે છે ત્યારે તેમની માટે ખુશીનો દિવસ હોય છે. તેમની સાથે મહિનાની 70 મૂર્તિઓ બનાવીને આખા વર્ષ દરમિયાન પરિવાર ચાલી શકે એટલી મહેનત કરીએ છે. આમ તો વિઘ્નહર્તા દરેકના જીવનમાંથી દુઃખ દૂર કરે છે અને આ વાત ગણેશ ભાઈના જીવન પરથી સાચી સાબિત થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.