ઘણી વખત આપણને ઇન્ટરનેટ પર આવા વીડિયો જોવા મળે છે, જેને જોઇને આપણે હસવા લાગીએ છીએ, ક્યારેક આપણને આશ્ચર્ય થાય છે. જ્યારથી સોશિયલ મીડિયા સક્રિય બન્યું છે ત્યારથી ઘણા રમુજી વિડીયો જોવા મળે છે, જે આપણને ખુબ હસાવે છે. ભારતના કેટલાક રમુજી વીડિયો ખૂબ વાયરલ થતા હોય છે.
હાલમાં પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો એક સમોસા વેચનારનો છે, જે સંપૂર્ણપણે અલગ રીતે સમોસા વેચતા જોવા મળે છે. આ સમોસાનો વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. સોશિયલ મીડિયા પર લોકો તેની સ્ટાઇલની ખુબ પ્રસંસા કરી રહ્યા છે. તેમજ લોકો તેના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, આ વિડીયોમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે સમોસા વેચી રહ્યો છે. આ વ્યક્તિ ખૂબ જ અલગ શૈલીમાં સમોસા વેચતી જોવા મળી રહ્યો છે. તેની સમોસા વેચવાની રીત કઈક અલગ જ દેખાઈ રહી છે. વેચાણ કરતી વખતે વિડીયોમાં, તે એક અનોખી રીતે અવાજ કાઢી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, ‘સમોસા લો, ગલમા-ગલમ સમોસા, બટેટા સમોસા, મોટું-પાટલુ સમોસા, પાલીવાલ ભૈયા સમોસા લઈને આવ્યા.’ આ વ્યક્તિની માર્કેટિંગ કુશળતા અન્ય લોકો કરતા તદન અલગ છે.
આ વ્યક્તિનો વીડિયો giedde નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. તેનો વીડિયો જોઈને લોકો તેની કુશળતાના વખાણ કરી રહ્યા છે. લોકો ઈચ્છતા ન હોય તો પણ સમોસા ચોક્કસ ખાશે. આ વિડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે કોઈ ખ્યાલ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.