ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક પાનના ગલ્લાવાળો એવો છે કે જે પોતે અભ્યાસની વાતો કરે છે અને તેનું કારણ એ છે કે તે પોતે પ્રોફેસર હતો. પોતાને નોકરી ન મળવાના કારણે તે હાલ ગાંધીનગરના સેક્ટર7 પોલીસ સ્ટેશનની બહાર પાનનો ગલ્લો ચલાવે છે. તેની પાસે અધધ ડિગ્રી છે એટલું જ નહીં હજુ પણ તેને શિક્ષણ માટેનો
અભિગમ ઓછો થયો નથી. તેની પાસે હાલ નોકરી નથી તો કંઇ નહી પરંતુ કોઇ સ્કૂલ કે કોલેજમાં જ્યારે કોઇ ફંક્શન હોય ત્યારે તે અન્ય વસ્તુઓ વેચવા માટે જાય છે. આ રૂપિયામાંથી તે માત્ર બે ટંક જમવાનું ભેગું કરે છે અને બાકીના રૂપિયા તે મૂંગા પશુ-પક્ષીઓના ખોરાક માટે ખર્ચી નાંખે છે.
પ્રોફેસરનો પાનનો ગલ્લો ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનની બહાર આવેલો છે. આ પાનનો ગલ્લો ખાલી માર્કેટિંગ ટ્રિક નથી પરંતુ આ ગલ્લામાં પાન અને મસાલા બનાવનાર પોતે પ્રોફેસર છે. આ પ્રોફેસરનું
નામ અમૃતલાલ કે.પ્રિયદર્શી છે. તેમણે મેળવેલી ડિગ્રી પણ તેમના ગલ્લા પર લખાવી છે. અમૃતલાલે MA, B.Ed, M.Ed, M.phil, LLB ની ડિગ્રી મેળવી છે. તેઓ પહેલા એક કોલેજમાં 30 હજાર રૂપિયાના પગાર પર પ્રોફેસર
તરીકે નોકરી કરતા હતા. પરંતુ ત્યારબાદ તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા. અને આજ દિન સુધી તેમને કોઇ કોલેજમાં નોકરી નથી મળી. આટલી બધી ડિગ્રી હોવા છતાં બેરોજગાર હોવાના કારણે તેમના પરિવારમાં અને સામાજિક રીતે ઘણી સમસ્યાઓ ઊભી થવા લાગી હતી.
પ્રોફેસર હતા પરંતુ તેમને ક્યાંક ખાનગીમાં પણ કામ મળતુ ન હતું. આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તેઓ પોતાના ટ્યૂશન ક્લાસ પણ શરૂ ન કરી શક્યા. આખરે સેક્ટર-7 પોલીસ સ્ટેશન પાસે પાન મસાલા વેચવાનું શરૂ કર્યું અને હાલ તેઓ એક ટેમ્પો લઇને ઊભા રહે છે તેના પર તેમની ડિગ્રીઓ પણ લખાવી છે અને આ જ ટેમ્પોમાં તેઓ રાતે સુઇ જાય છે.
અમૃતલાલે જણાવ્યું હતું કે, તેઓ પોતાના દેશને ખૂબ જ પ્રેમ કરે છે અને પોતાના સ્થિતિથી ગભરાવાની જગ્યાએ તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે આવું કામ કરતા પણ શરમાતા નથી. હું દર 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરીએ ખાસ બાળકોને દેશના ઝંડા વેચું છું.જ્યારે કેટલીક સ્કૂલ કે કોલેજમાંથી મને ઓર્ડર મળે તો તે રૂપિયા પણ હું મૂંગા પશુ-પક્ષીઓના ખોરાક માટે વાપરું છું. મારું માનવું છે કે મારી આટલી બધી ડિગ્રી બાદ મને નોકરી નથી મળી રહી પરંતુ દરેક વ્યક્તિએ અવશ્ય ભણવું જોઇએ અને પોતાનાં કર્મો કરતા રહેવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.