પહેલાના સમયમાં એક ગામ હતું ત્યાં એક મહિલા રહેતી હતી એના ગુસ્સાને લઈને દરેક લોકો વાતો કરતા હતા. તેને ખૂબ જ ગુસ્સો આવતો હતો અને તે ગુસ્સામાં કંઈ પણ બોલતી હતી જેનાથી દરેક ને દુઃખ થતું હતું અને ગુસ્સો કરતી સમયે તેને એ પણ ખબર નહોતી કે તે કોની સાથે વાત કરે છે. તેની પહેલી વાત થી પૂરો પરિવાર ચિંતામાં હતો અને જ્યારે તેને ગુસ્સો શાંત થતો ત્યારે તેને ખૂબ જ પસ્તાવો પણ થતો. ત્યારે તે વિચારતી કે આની કોઇ દવા મળી જાય તો સારું.
એક દિવસ તે ગામમાં સાધુ આવ્યા અને તેમનું બહુ નામ હતું. ગામના ઘણા માણસો તેમના દર્શન કરવા માટે આવ્યા. મહિલા પણ તેમના દર્શન કરવા માટે આવી અને કહ્યું કે ઋષિ મને ખૂબ જ ગુસ્સો આવે છે ને મારા આ ગુસ્સાના કારણે મારો પરિવાર મારાથી ખુબ જ દુર થાય છે. સગા સંબંધીઓ અને પોતાના ઘરે નથી બોલાવતા અને પાડોશીઓ પણ મારાથી દૂર ભાગે છે. તમે મને કોઈએ એવો ઉપાય બતાવ્યો કે જેનાથી મારો ગુસ્સો શાંત થઈ જાય.સંતે તેમની પોતાની પાસેથી એક બાટલી આપી અને કહ્યું કે આમાં ગુસ્સો શાંત કરવાની દવા છે અને તને જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તારે આ દવા પીવાની જ્યાં સુધી તારો ગુસ્સો ઓછો ન થાય. એક અઠવાડિયામાં બધું બરાબર થઈ જશે.
તે મહિલા એવું જ કર્યું કેમ કે તે પોતાના ગુસ્સાને કંટ્રોલ કરવા માગતી હતી. એક અઠવાડિયા સુધી તેને દવા પીધી અને એક અઠવાડિયામાં તેનો ગુસ્સો બંધ થઈ ગયો.તે સંત પાસે ગઈ અને આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ગુરુજી તમારી દવા મારો ગુસ્સો શાંત થઈ ગયો અને મારા પરિવાર સાથે પણ સારા સંબંધો થઇ ગયા. તમે મને એ દવાનું નામ બતાવો આગળ જતા ફરીથી તેની જરૂર પડશે તો કામ આવશે.
સંતે કહ્યું કે મેં તમને કોઈ દવા નથી આપી દેવા માત્ર પાણી આપવું ગુસ્સો આવતા સમયે તમે પાણી પીતી અને તેનાથી તું કઈ બોલી શકતી નહોતી તેથી તારો ગુસ્સો શાંત થઈ ગયો. મેં તને ગુસ્સો કરતી વખતે પાણી પીવાનું એટલા માટે કહ્યુ કે એનાથી તું તારા શબ્દો ઉપર સંયમ રાખી શકે.હવે તને જયારે પણ ગુસ્સો આવે ત્યારે તો એક ગ્લાસ પાણી પી લેજે. એનાથી તારો ગુસ્સો શાંત થઈ જશે. આપણને પણ જ્યારે ગુસ્સો આવે ત્યારે આપણે પણ આ જ કાર્ય કરવાનું છે જેનાથી આપણો ગુસ્સો શાંત થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.