ભારત પાકિસ્તાનની મેચ આવે ત્યારે સમગ્ર ભારત અને પાકિસ્તાન ના લોકોમાં એક બીજોજ આક્રોસ આવી જાય છે. અને સામન્ય રીતે લોકો પોતાની વિરુધ ટીમને તેની દુશ્મન સમજે છે, અને તે નજરીયાથી મેચ જોવે છે, પરંતુ આ સમયમાં મહેન્દ્રસિંહ ધોની એ પાકિસ્તાની દર્શક સાથે એક સરસ કામ કર્યું છે,તેને જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોની અને કરાચીમાં જન્મેલા મોહમ્મદ બશીર વચ્ચે ભારત-પાકિસ્તાન 2011 વર્લ્ડ કપ સેમીફાઈનલ દરમિયાન અનોખો સંબંધ શરુ થયો હતો. બસ ત્યારથી જ આ બન્ને વચ્ચે સંબંધ મજબૂત થતો ગયો હતો. આ સંબંધ એવો છે કે બશીર મેચની ટિકિટ ન હોવા છતાં પણ રવિવારે થનારી ભારત-પાક મેચ માટે શિકાગોથી માંચેસ્ટર (આશરે 6000 કિ.મી) સુધી પહોંચી છે. તેમને ખાતરી છે કે ધોની એ સુનિશ્ચિત કરશે કે ઓલ્ડ ટ્રેફર્ડ પર મેચ જોઈ શકે.
ધોનીનો માન્યો આભાર..
આ 63 વર્ષીય પ્રશંસકની શિકાગોમાં એક રેસ્ટોરન્ટ છે અને તેની પાસે અમેરિકાનો પાસપોર્ટ છે. તેમણે કહ્યું કે,’હું અહીં કાલે જ આવી ગયો હતો અને મેં જોયું કે લોકોએ એક ટિકિટ માટે 800થી 900 પાઉન્ડ સુધીનો ખર્ચ કર્યો છે. શિકાગો પરત ફરવા માટે પણ ટિકિટનો આટલો જ ખર્ચ થાય છે. ધોનીનો આભાર કે મારે મેચની ટિકિટ માટે પરેશાન થવું પડતું નથી.’
બશીરે ધોની વિશે કહ્યું આવું
ધોનીના સાથી ખેલાડી બહુ સંપર્ક નથી કરી શકતા પરંતુ તેમણે ક્યારેય બશીરને નિરાશ નથી કર્યો. બશીરે કહ્યું કે,’હું તેમને ફોન નથી કરતો કારણકે તેઓ વ્યસ્ત રહે છે. હું માત્ર મેસેજથી જ તેમના સંપર્કમાં રહું છું. મારા અહીં આવતા પહેલા ધોનીએ મને ટિકિટ મળી જશે તેમ નક્કી કર્યું હતું. તે ખૂબ જ સારો વ્યક્તિ છે. તેણે મોહાલીમાં 2011ના મેચ પછી મારા માટે જે કર્યું છે તે મને નથી લાગતું કે કોઈ મારા વિશે આટલું વિચારી પણ શકે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.