‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં ડીસાનાં આ લેખક નવયુવાને સમાજ સહિત પંથકનું નામ રોશન કર્યું

ગુજરાત (Gujarat) માં આવેલ અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પુસ્તક પર્વની ઉજવણી (Celebration) કરવામાં આવી હતી. અમદાવાદમાં ‘કલમ કાર્નિવલ’ નું આયોજન કરવામાં આવ્યું હતું કે, જેમાં ડીસા (Disa) ના નવોદિત લેખકને સ્થાન આપવામાં આવ્યું હતું. ડીસાના રવિ ગોસ્વામી (Ravi Gauswami) નામના ઉર્ફે આરજે રવીને અતિથિ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

અમદાવાદના આંગણે યોજાયેલ આ કલમ કાર્નિવલ કાર્યક્રમમાં ડીસાના નવોદિત લેખકે સૌપ્રથમવાર મંચ પર સ્થાન મેળવીને સમગ્ર શહેરના ગૌરવમાં વધારો કર્યો છે ત્યારે ગુજરાતની વિખ્યાત પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિરનાં ‘પુસ્તક પર્વ ૨૦૨૧’ અંતર્ગત કર્મા ફાઉન્ડેશનનાં ગુજરાતી બૂક ક્લબ દ્વારા કલમના કાર્નિવલમાં ઑથર્સ કોર્નર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત સોમવારની સાંજે 5 વાગે શહેરમાં આવેલ નવરંગપુરા વિસ્તારના શ્રીમતી સુશીલાબેન રતિલાલ હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાતી બૂક ક્લબ દ્વારા 4 નવોદિત ઓથર્સને મંચ પ્રદાન કરવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમનું સફળ સંચાલન રીમાબેન શાહ તથા નિરાલી પટેલે કર્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઈશ્વરી ડોકટર, હેમિષા શાહ, ભૂમિકા વિરાણી તથા આરજે રવિ હાજર રહ્યા હતાં. આની સાથે-સાથે જ કાર્યક્રમના તમામ સેશન ખુબ જ રસપ્રદ રહ્યાં હતા. હાલના સમયમાં જયારે પુસ્તક જ સાચું હથિયાર છે ત્યારે આ કાર્યક્રમમાં હાજર અતિથિઓએ પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ભૂમિકાબેન વિરાણીના નવા પુસ્તકનું આ કાર્યક્રમમાં વિમોચન કરવામાં આવ્યું હતું કે, જ્યારે હેમિષાબેન શાહ દ્વારા ગઝલ રજૂ કરીને તેમના પુસ્તકો વિશે જાણકારી આપવામાં આવી હતી. જ્યારે ઈશ્વરીબેન ડોકટર દ્વારા પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અતિથિ તરીકે હાજર ડીસાના નવોદિત લેખક રવિ ગોસ્વામી ઉર્ફે આરજે રવિએ પોતાના આગામી સૌપ્રથમ પુસ્તક ‘મારી જિંદગીની સફર’ પર પ્રકાશ પાડીને તમામ માતા-પિતાએ સંતાનોના સપના પુરા કરવામાં મદદ કરે તેમજ દીકરીઓને પણ મહત્વ આપે તેવી અપીલ કરવામાં આવી હતી. તેઓનું માનવું છે કે, દીકરી ધારે તે કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *