દક્ષિણી નેપાળનાં એક ગામમાં આવેલા ગઢીમાઈ મંદિરમાં દર 5 વર્ષે થનારો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં હજારો પશુઓની બલી ચઢાવવામાં આવે છે. આ વખતે પણ 30 હજાર જાનવરોની બલિ આપવામાં આવી છે. બે દિવસ સુધી ચાલનારા આ મેળા બાદ ગઢીમાઈ દુનિયાનું સૌથી મોટું કતલખાનું બની ગયું છે.
ભારતના લાખો લોકો આ મેળામાં ભાગ લે છે
ઉલ્લેખનીય છે કે કાઠમાંડૂથી 100 કિલોમીટર દૂર બૈરિયાપુરમાં આવેલા ગઢીમાઈ મંદિરમાં દરેક 5 વર્ષ પછી પશુઓનો સામૂહિક વધ કરવામાં આવે છે. આ ઉત્સવ શક્તિની દેવી ગઢીમાઈનાં સન્માનમાં ઉજવવાના આવે છે. આમાં નેપાળની સાથે જ ભારતથી લાખો લોકો ભાગ લે છે. આ વખતે આ ઉત્સવ મંગળવાર અને બુધવારનાં રોજ ઉજવવામાં આવ્યો. પશુ અધિકાર કાર્યકર્તાઓનાં વિરોધ છતા આ વખતે પણ ગઢીમાઈનાં સન્માનમાં હજારો પશુઓ કતલ કરવામાં આવ્યા અને ચારેય તરફ જાનવરોની લાશો જોવા મળી.
મોટી સંખ્યામાં આપવામાં આવે છે પશુઓની બલિ
અહીં જાનવરોની બલિનાં વિરોધમાં પશુ અધિકાર કાર્યકર્તાઓ અવાજ પણ ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત ત્યાંની સુપ્રીમ કૉર્ટે પણ આ સંબંધમાં નિર્દેશ આપ્યા છે, પરંતુ આસ્થા આગળ તે બધાની અવગણનાં કરવામાં આવે છે. 2009 બાદ સતત મંદિરનાં સંચાલકો પર પશુ બલિદાન પર પ્રતિબંધ લગાવવાનું દબાણ વધી રહ્યું છે. 5 વર્ષમાં થનારો આ ઉત્સવ દુનિયાનું એકમાત્ર એવું આયોજન છે, જેમાં આટલી મોટી સંખ્યામાં પશુઓની બલિ દેવામાં આવે છે.
ઑગષ્ટ 2016માં નેપાળની સુપ્રીમ કૉર્ટે સરકારને ગઢીમાઈ મંદિર મેળામાં પશુ બલિ ન ચઢાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તે વર્ષે ઉત્સવની મુખ્ય સમિતિએ અદાલતનાં આદેશનું પાલન કર્યું હતુ, કેમકે આ ઉત્સવ ભારત અને નેપાળની બૉર્ડર પર થાય છે. આ માટે ભારતીય લોકો પણ મોટી સંખ્યામાં મેળામાં પહોંચે છે અને પશુઓની બલિ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.