હાલમાં જ અયોધ્યાનો 130 વર્ષ જૂનો મામલો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઉકેલાય ગયો. અયોધ્યા મામલે સુનાવણી કરનારા સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પીઠના ભાગ રહેલા જસ્ટિસ અબ્દુલ નજીર અને તેમના પરિવારને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI) દ્વારા ધમકી આપવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે તેમને આ સુરક્ષા આપવાની જાહેરાત કરી છે. જાસુસી એજેન્સીઓએ ગૃહ મંત્રાયલને જણાવ્યું હતું કે, જસ્ટિસ નજીરને પીએફઆઈ અને અન્ય સંગઠનોથી ખતરો છે. જે બાદ ગૃહ મંત્રાયલે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને સ્થાનીય પોલીસ જસ્ટિસ નજીરને સુરક્ષા આપવા આદેશ કર્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષાદળો અને પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે, તાત્કાલિક જસ્ટિસ નજીર અને તેમના પરિવારને કર્ણાટક અને દેશના અન્ય ભાગોમાંથી ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવે. જસ્ટિસ નજીર જ્યારે બેંગલુરૂ,મેંગલુરૂ અને રાજ્યના કોઈ પણ વિસ્તારોમાં મુસાફરી કરે તો તેમને કર્ણાટકના કોટાથી ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.
કોર્ટના ચુકાદાથી મુસ્લિમ પક્ષકારો નાખુશ છે અને રીવ્યુ ની માંગ કરવા જઈ રહ્યા છે. તેઓનું કહેવું છે કે ચુકાદો કોઈ વિશેષ ધર્મના લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને તેમજ સંઘપરિવારના દબાવમાં આવીને આપવામાં આવ્યો છે. જયારે કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ લખ્યું છે કે ચુકાદો નિષ્પક્ષ અને આસ્થાને ધ્યાનમાં રાખ્યા વગર આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.