અંકલેશ્વર(ગુજરાત): 2 દિવસ પેહલા અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી 3 અલગ અલગ ટ્રાવેલ બેગમાં હત્યા પછી કાપી નાખેલા હાથ-પગ અને ધડ મળી આવવાના મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં ભરૂચ LCBને મોટી સફળતા મળી છે. પોલીસે હત્યા અંગે 3 બાંગ્લાદેશી સહિત 4 આરોપીની ધરપકડ કરી છે.
બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવેલા ભારતમાં પકડી તેઓને બાંગ્લાદેશમાં પરત મોકલવામાં આવ્યા છે. બાંગ્લાદેશી હત્યારા લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા, મુફીસ મોહંમદ મુલ્લા, અજોમ સમસુ શેખ 3 વ્યક્તિ લાંબા સમયથી ગુજરાતના અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર જેવા શહેરોમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. મૃતક અકબર મુળ બાંગ્લાદેશનો હતો. જે અમદાવાદ ચંડોળા તળાવ ઇશનપુર ખાતે રહેતો હતો. આ ગુનાના આરોપીઓને વારંવાર ધમકીઓ આપતો હતો કે, તમને હુ પોલીસને હવાલે કરી દઇશ અને તેના બદલામાં તમારે મને રૂપીયા આપવા પડશે.
બાપુનગર વોટર પ્લાન્ટ પાસે હેરાનગતીથી કંટાળીને 3 બાંગ્લાદેશી આરોપીઓએ રીક્ષા ડ્રાઇવર નૌસાદ ઇદ્રીશ ખાન સાથે કાવતરૂ રચીને આરોપીઓએ અંકલેશ્વર લેસીનાના ઘરે બોલાવી ઉંઘની ગોળીઓ ખવડાવી હતી. બેહોશ કરી કાવતરા મુજબ, ઓશીકા વડે મૃતકનું મોઢું આરોપીઓ દબાવીને હત્યા કરી હતી. આરોપીઓએ અકબરની હત્યા કર્યા બાદ તીક્ષણ હથિયાર વડે લાશના ટુકડા કરી નાખ્યા હતા. પોલીથીનની બેગમાં ટુકડાઓ ભરી રિક્ષા મારફત શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં અવાવરું જગ્યાએ ફેંકી દીધા હતા.
હત્યામાં વાપરવામાં તિક્ષ્ણ હથીયાર તેમજ કાપી નખાયેલું માથું મેળવીને પોલીસ વધુ તપાસ શરુ કરી છે. અન્ય ગેરકાયદે વસવાટ કરતા પકડાયેલા 3 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા માટે તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.