હાલ કોંગી નેતાઓ પર કોરોનાનું નહિ પરંતુ તોડોના વાયરસનું જોખમ વધી રહ્યું છે. બુધવારના રોજ કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક કરી છે. એ વચ્ચે વડોદરા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીનું રાજીનામુ આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષની સત્તાવાર જાહેરાત કરી છે. અગાઉ કોંગ્રેસમાં થી પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડી ચૂક્યા છે.
સૂત્રો અનુસાર, કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો ગુરૂવારના રોજ બપોર પછી રાજીનામાં આપે તેવી શક્યતા હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના કાંતી સોઢા, જીતુ ચૌધરીએ પણ આપ્યું રાજીનામું આપ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ઠાસરાના કાંતિ સોઢા પણ સંપર્ક વિહોણા બન્યા છે. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ હાલ કોઇ પણ બાબતે જવાબ આપવાથી ઇન્કાર કરી રહ્યા છે. અક્ષય પટેલ બાદ કૉંગ્રેસના વધુ ચાર જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં રાજીનામાં ધરી શકે છે. આ ધારાસભ્યોમાં કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી, ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાનો સમાવેશ થાય છે.
કરજણના ધારાસભ્યના રાજીનામા પહેલા કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો પહેલા જ રાજીનામાં આપી ચુક્યા છે. આ ધારાસભ્યોમાં ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને કૉંગ્રેસ પાર્ટીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
બુધવારના રોજ કોંગ્રેસના 3 પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલની મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. કોંગ્રેસના લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને મળ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના 3 પાટીદાર ધારાસભ્યોની અવરજવર ચર્ચાનો વિષય બન્યો હતો. તમને જણાવીએ કે લોકડાઉન અગાઉ સોમા પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news