સરકાર આપે શહીદનું સન્માન, વતન બચાવવા ગયેલા સુરતના ત્રણ કોરોના વોરીયર્સનું અકસ્માતમાં નિધન

‘વતનની વ્હારે’ આજે કેટલાય સુરતીઓ પોતાના વતન કોરોના વોરીયર્સ બનીને લોકોની સેવા કરવા પહોચ્યા છે. એકતરફ કોરોના સૌરાષ્ટ્રના ગામડાઓને પોતાના ભરડામાં લઇ રહ્યો છે અને તેના કારણે દિવસેને દિવસે કોરોનાથી ગામડામાં મોતનો આંકડો વધી રહ્યો છે. આવી કપરી પરીસ્થિતિ વચ્ચે પોતાના વતનવાસીઓની સેવાએ સુરતના અને અન્ય જિલ્લાઓના યોદ્ધાઓ પોત પોતાના વતન પહોચ્યા છે. પરંતુ હાલ એક ખુબ જ દુઃખનીય સમાચાર સામે આવ્યા છે.

સૌરાષ્ટ્રના રાજુલા જાફરાબાદ કોરોના સેન્ટરમાં સેવા કરવા સુરતથી પહોચેલા કોરોના વોરીયર્સ જયારે સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું અક્સ્માત સર્જાતા દુખદ અવસાન થયું છે. સૌરાષ્ટ્ર ખાતે રાજુલા જાફરાબાદ કોવિડ સેન્ટરમાં સેવા કરીને ત્રણ જેટલા સુરતના કોરોના વોરીયર્સ સુરત પાછા આવી રહ્યા હતા તે દરમિયાન વડોદરા નજીક કપુરિયા ચોકડી પાસે તેમની કાર પલટાયેલી મળી આવી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર કાર ચાલકને ઝોકુ આવી જતાં કાર ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાઈ હતી.

આ ગંભીર અક્સ્માતમાં અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉ.વ.36), ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) , રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલીયા (ઉં.વ. 42)નું દુઃખદ અવસાન થયું છે. કોરોના વોરીયર્સ બનીને લોકોની સેવા કરીને અનેકોના જીવ બચાવી પોતે ભગવાનના શરણે થયા છે ત્યારે પરિવારમાં અને લોકોમાં શોકનો માહોલ દેખાયો છે. હાલ સોસીયલ મીડિયામાં આ તમામ કોરોના વોરીયર્સને 25 લાખની સહાય મળે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. આ મામુલી રકમથી કોઈની જિંદગી તો પાછી નહિ આવે પરંતુ તેમના પરિવારને ટેકો મળે તે માટે લોકો આજે તેમને સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. સાથે સાથે લોકોએ મૃત્યુ પામેલા આ ત્રણેય દિવંગતને શહીદનું બિરુદ પણ આપ્યું છે.

મળતી માહિતી અનુસાર, કાર ચાલકે ડ્રાઇવીંગ ઉપરથી કાબુ ગુમાવતા જ કાર રોડ વચ્ચેનો ડિવાઇડર કૂદી રોંગ સાઇડ ઉપર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને ત્યારે જ અમદાવાદથી સુરત તરફ પુરપાટ જતા  ટ્રકમાં કાર ધડાકાભેર અથડાઈ હતી. કાર અને ટ્રક અથડાતા જ કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો અને ત્રણેય યુવાનોના દર્દનાક અવસાન થયા હતા. અક્સ્માત એટલો ભયંકર હતો કે, મૃતદેહો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને આ મૃતદેહો કાઠવા માટે ફાયર વીભાગની મદદ લેવી પડી હતી ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *