દેશમાં કોરોનાવાયરસ નો આંકડો ચાર હજારને પાર થઇ ગયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના દર્દીઓ સામે આવ્યા છે.આ વચ્ચે ખબર આવી રહી છે કે મુંબઈ સેન્ટ્રલ ના વોકહાર્ટ હોસ્પિટલમાં 26 વર્ષ અને ત્રણ ડોકટરો દર્દીઓ નો ઈલાજ કરતાં પોતે પણ વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. આ મામલો સામે આવ્યા બાદ bmc એ હોસ્પિટલ સંક્રમિત ક્ષેત્ર ને જાહેર કરી દીધું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ નર્સિંગ સ્ટાફ અને ત્રણ ડોક્ટરો એક અઠવાડિયાની અંદર કોરોના સંક્રમિત થઈ ગયા છે. એવામાં બીએમસીએ સાવધાની રાખતા હોસ્પિટલમાં એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દીધા છે. આ બંધ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમામ લોકોના કોરોના ટેસ્ટ બે વાર નેગેટિવ ન આવી જાય.
એડિશનલ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરેશે જણાવ્યું કે આ ખૂબ દુખદ છે કે કોના આટલા મામલા મેડિકલ સેવામાં જોડાયેલા લોકોને મળી રહ્યા છે. તેમણે સાવધાની રાખવી જોઇતી હતી. તેઓ આગળ જણાવે છે કે એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસરની લીડરશીપ માં એક ટીમ બનાવવામાં આવી છે જે આ મામલે તપાસ કરશે કે નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો માં કોરોનાવાયરસ નું સંક્રમણ કેવી રીતે થયું.
જે નર્સો કોરોના ટેસ્ટમાં પોઝિટિવ મળી આવી છે તેમણે એક કવોટર થી વિલેપાર્લે સ્થિત હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે.તેમજ આ વાયરસથી સંક્રમિત બે ડૉક્ટરોને સેવન હિલ્સ હોસ્પિટલમાં અને ત્રીજા અને રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ વખત હોસ્પિટલમાં 270 લોકોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news