30 ઓક્ટોબરને રવિવાર આ દિવસ કોઈ ભૂલી નહિ શકે… કારણ કે આજના દિવસે એક સાથે 400 લોકો ઝૂલતા પુલ પરથી નદીમાં પડી ગયા હતા. સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં આ ઘટનાથી ખભરાટ મચ્યો હતો. આ ઘટનામાં કેટલાય પરિવારો વિખરાયા છે અને સેકંડો લોકો મોતને ભેટ્યા છે. નાની ઉંમરે કેટલાય માતા પિતાએ પોતાના સંતાનો ગુમાવ્યા છે, તો કેટલાય લોકોએ માતા-પિતા, ભાઈ બહેન કે પછી બાળકો ગુમાવ્યા છે.
સામે આવ્યું છે કે, જુલતા પુલ પર ક્ષમતા કરતા વધારે લોકો એકઠા થયા હતા જેના કારણે આ પુલ ધરાશાય થયો હતો. હરીપર માં રહેતો એકનો એક દીકરો તેની પત્ની અને બાળક સાથે આ ઘટનાનો ભોગ બન્યો હતો. હરીપર ના કેરાળા ના ભાવિનભાઈ અને તેમના ધર્મપત્ની સ્વુતીબેન અને તેમનો એકનો એક દીકરો આરવ આ ઘટનામાં સ્વર્ગવાસ પામ્યા છે.
પરિવારના ત્રણેય સભ્યોએ મોરબી દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળ્યું છે કે, રવિવારે સાંજે ભાવિનભાઈ તેમના પરિવાર સાથે ઝુલતા પુલ ઉપર ફરવા માટે આવ્યા હતા, અને ઝૂલતા પુલની મજા માણતો પરિવાર ગણતરીની સેકન્ડોમાં મોતને ભેટ્યો હતો.
આ પુલ પર ભાવિનભાઈ સાથે સેકંડો પરિવારો હતા, અને પુલ ધરાશાઇ થતા તેઓ પણ નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં ભાવિનભાઈ સાથે તેમના પત્ની અને નાનકડા દીકરા આરવનું પણ મૃત્યુ થયું છે. આંખના પલકારામાં જ આખે આખો પરિવાર મોતને ભેટતા અન્ય પરિવારના લોકોમાં પણ માતમ છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.