ગુજરાત (Gujarat) રાજ્યના સુરત (Surat) શહેરમાંથી માનવતા લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં આવેલા પાંડેસરા વિસ્તારમાં રહેતી 3 વર્ષીય માસુમ નરાધમનો શિકાર થતા થતા બચી છે. ત્રણ વર્ષની બાળકી લોકોની સતર્કતા અને વિલાપ સાથેના રડવાને કારણે દુષ્કર્મનો શિકાર થતા રહી ગઈ હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. ત્યારે નજીકમાં જ રહેતો નરાધમ અરવિંદ સંતરામ નિશાદે ત્રણ વર્ષની માસુમને ભૂંગળા અપાવવાની લાલચ આપી અને તેના ઘરે બોલાવી હતી. ત્યાર બાદ નરાધમ યુવતીને તેની રૂમમાં લઇ ગયો અને બાળકીને નિર્વસ્ત્ર કરી હતી.
નરાધમ બાળકીને રૂમમાં લઈ ગયા બાદ ત્રણ વર્ષની માસુમ સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. બાળકીને નિર્વસ્ત્ર પણ કરી હતી. નરાધમે ત્રણ વર્ષની માસુમ સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. નરાધમ નિર્વસ્ત્ર કરી શારીરિક અડપલાં કરી રહ્યો હતો. ત્યારેજ બાળકી વિલાપ સાથેના રડવા લાગી હતી.
બાળકીનો અવાજ સાંભળીને આસપાસથી લોકો ભેગા થઇ ગયા હતા. લોકોએ દરવાજો ખોલવાનો પ્રયાસ કરો પણ દરવાજો અંદરથી બંધ હતો અને ત્યારે લોકોએ દરવાજો તોડીને અંદર ગયા અને બાળકીને દુષ્કર્મ નો શિકાર થતા બચાવી લીધી હતી. ત્યારબાદ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકને ગિરફ્તાર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.