ભારત સરકાર(Government of India) દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો(Historical monuments) અને રાષ્ટ્રીય મહત્વના પુરાતત્વીય સ્થળોને હવેથી દશેરા, હોળી, મહિલા દિવસ, મકરસંક્રાંતિ સહિતના 21 વિશેષ તહેવારો પર ટિકિટ લેવામાં આવશે નહિ.
કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને ખાસ કરીને યુવાનોને ભારતીય ઐતિહાસિક વારસા સાથે જોડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે. સરકારે 31 માર્ચ, 2023 સુધી આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે 21 વાર તહેવારો પર ટિકિટ ન લેવાનો આદેશ જારી કર્યો છે. તેની માહિતી તમામ રાજ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને મોકલી દેવામાં આવી છે.
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ 21 વિશેષ અવસરો પર, આ ઐતિહાસિક સ્મારકો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આધિન સ્થળો પર કોઈ ટિકિટ લેવામાં આવશે નહીં. એટલે કે ટીકીટ લીધા વગર જ પ્રવેશ મળશે.
જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વિશ્વ ધરોહર દિવસ, વિશ્વ ધરોહર સપ્તાહની ઉજવણી, હોળી, દશેરા, ગણેશ ઉત્સવ, શિવ જયંતિ, મકર સંક્રાતિ મેળો, સાંચી ઉત્સવ, અક્ષય નવમી અને ઉદયગીરી પરિક્રમા ઉત્સવ, રાજરાણી સંગીત ઉત્સવ, સામ્બા દશમીનો મેળો, માગૅદશમી મેળો, મહાશિવરાત્રી(ઝાંસી, બાંદા), કાર્તિક પૂર્ણિમા મેળો, આગ્રાનો શાહજહાં ઉર્સ ઉત્સવ, કૈલાશ મેળો આગ્રા, મુક્તેશ્વર નૃત્ય ઉત્સવ ભુવનેશ્વર વગેરેનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.