વાઘને સૌથી ખતરનાક શિકારી પ્રાણી માનવામાં આવે છે, તે ખૂબ જ ચાલાકીથી શિકાર કરે છે. આનંદ મહિન્દ્રાએ આવો જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં વાઘ ઝાડીની પાછળ સંતાયેલો હતો અને તેની નજર તેના શિકાર પર હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાથી ખુલ્લામાં ઊભો હતો અને પાછળ વાઘનો પડછાયો દેખાઈ રહ્યો હતો. કેમેરો ઝૂમ થતાંની સાથે જ વાઘ હાથી તરફ જોતો હતો.
આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરાયેલ એક વીડિયોએ લોકોમાં ભારે હંગામો મચાવ્યો છે. એક હાથી અને વાઘનો સમાવેશ કરતો આ વિડિઓ તમને ખૂબ જ પરેશાન કરી શકે છે. વીડિયો શેર કરવા મહિન્દ્રાએ ટ્વિટરનો સહારો લીધો હતો. અને કેપ્શન લખીને, તેમણે વિલિયમ બ્લેકની પ્રખ્યાત કવિતા ધ ટાઇગરનો ઉલ્લેખ કર્યો. તેમણે કવિતાની પ્રથમ પંક્તિથી પોસ્ટની શરૂઆત કરી.
મહિન્દ્રાએ કહ્યું કે, ‘મારી બહેને વિડીઓ શેર કર્યો છે, જેનું ઘર કુર્ગમાં છે. આ વિડીઓ તેની બહેનને જેણે મોકલ્યો તેણે આ નાગરહોલ અભ્યારણમાં જોયું હતું.
“Tyger Tyger, burning bright,
…..
In what distant deeps or skies.
Burnt the fire of thine eyes?”William Blake’s famous poem comes alive in this amazing clip. (Shared by my sister who has a home in Coorg.The person who sent it to her said it’s from the Nagarhole reserve) pic.twitter.com/zavAMlcmif
— anand mahindra (@anandmahindra) December 19, 2020
આનંદ મહિન્દ્રાએ 19 ડિસેમ્બરે આ વિડિઓ શેર કર્યો છે, જેના અત્યાર સુધીમાં 40 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ઉપરાંત,1000થી વધુ લાઈક્સ અને 100 થી વધુ રી-ટ્વીટ્સ થઈ ચૂકી છે. એક યુઝરે લખ્યું, ‘ટાઇગરના મગજમાં શું ચાલી રહ્યું હશે? શું તે હાથીની પૂંછડી તરફ નજર કરી રહ્યો છે કે તેના મનમાં કોઈ હુમલો કરવાની વ્યૂહરચના ચાલી રહી છે? બીજા વપરાશકર્તાએ લખ્યું, ‘ખરેખર સરસ વિડિઓ છે, જોવાની મજા આવી.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle