‘મારા બાળકોને સાચવી લેજો…’ -રાજકોટમાં ધૂણતા પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

Wife dies due in Rajkot: ગુજરાતમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થયી રહ્યો છે.તેવી જ ઘટના ગુજરાતના રાજકોટ જીલ્લામાંથી સામે આવી રહી છે.જેમાં બિચારી પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે.તેનું આપઘાત નું કારણ એ છે કે તેનો પતિ પોતાની મ્રત્યુ પામેલી પહેલી પત્ની શરીરમાં આવતી હોવાનું જણાવીને ધૂણતા પતિના ત્રાસથી કંટાળીને બીજી પત્નીએ આપઘાત(Wife dies due in Rajkot) કરી લીધો છે.આ મામલે મૃતકના પિતાએ જમાઈ સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પતિથી કંટાળી પત્નીએ કરી લીધો આપઘાત
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલી જયરામ પાર્ક સોસાયટીમાં રહેતા લક્ષ્મણ નરશીભાઈ કોળીના પત્ની જલ્પાબેને 7 દિવસ પહેલા પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પતિનો ત્રાસ કારણભુત હોવાનું મૃતક જલ્પાબેનના પિતા ભગવાન બગથરીયાએ જણાવતાં પોલીસે જમાઈ લક્ષ્મણ કોળી સામે ગુનો નોંધ્યો હતો.

મૃતક જલ્પાબેન

સસરાએ જમાઈ સામે નોંધાવી પોલીસ ફરિયાદ
મૃતક જલ્પાબેનના પિતા ભગવાનભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, મારી દિકરી જલ્પાના લગ્ન પહેલા સુરત કરવામાં આવ્યા હતા. તેના થકી તેને બે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જે બાદ પતિ સાથે અણબનાવ થતાં તેણે છુટાછેડા પણ લઈ લીધા હતા. જે બાદ તે મારા ઘરે રહેતી હતી. આજથી 6 મહિના પહેલા જ તેના લગ્ન રાજકોટના લક્ષમણ નરશીભાઈ કોળી સાથે કરાવ્યા હતા. લક્ષ્મણના પણ પહેલા લગ્ન થયા હતા. જોકે, તેની પત્નીનું મૃત્યુ થયું હતું.

પિતા પાસે દીકરીએ કરી હતી પતિની ફરિયાદ
આજથી બે મહિના પહેલા જ જલ્પાએ મને ફોન કરીને આ બધી વાત કરી તી કે મને મારો પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરી હતી. જલ્પાએ મને કહ્યું હતું કે, ‘મારા પતિ તેની મૃત્યુ પામેલી પહેલી પત્નીની પૂજા કરે છે અને બાદમાં પત્ની શરીરમાં પ્રેવેશી ગઈ હોવાનું જણાવીને ધૂણવા લાગે છે. તે ધૂણતા ધૂણતા મને માર મારી ગળુ દબાવે છે અને મને ત્રાસ આપ છે.’ જેના એક અઠવાડિયા બાદ પતિના ત્રાસથી કંટળીને મારી દિકરી જલ્પા પિયર આવી ગઈ હતી. જે બાદ મેં તેને સમજાવીને પરત સાસરે મોકલી દીધી હતી.

આરોપી લક્ષ્મણ નરશીભાઈ કોળી 

પતિનો ત્રાસ સહન ન થતા પી લીધી ઝેરી દવા
જે પછી તારીખ 28મી જૂલાઈએ તેનો મને ફોન આવ્યો કે, ‘મેં ઝેરી દવા પી લીધી છે. મારા બાળકોને તમે સાચવી લેજો.’ જેથી અમે તાત્કાલિક રાજકોટ પહોંચ્યા હતા, રાજકોટ જઈને જોયું તો દિકરીનું ત્યાં મૃત્યુ થઈ ચૂક્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *