21મી સદીમાં ટેકનોલોજીની સાથે સાથે લોકોના જીવન અને રહેણી કરણીમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. ગુરુકુળ (Gurukul) કાળથી ગુરૂજનો વિદ્યાર્થીઓને શિક્ષા કરતા હતા અને સંસ્કારનું સિંચન કરતા હતા. પરંતુ હવેના સમયમાં શિક્ષક બાળકને સજા પણ કરી શકતો નથી અને સજા કરે તો વાલીઓ ચડી બેસે છે કે, અમારાં સંતાનને શિક્ષા શા માટે કરી. આમાં એવા શિક્ષકો અપવાદ છે. જે રાક્ષસ માફક બાળકોને માર મારતા હોય છે.
હાલમાં ફેનીલ ગોયાણી (Fenil Goyani) દ્વારા ગ્રીષ્મા વેકરીયાની (Grishma Vekariya) ઘાતકી હત્યા કરવામાં આવી છે. તે મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે. લોકો અલગ અલગ વિચારો મૂકી રહ્યા છે કે, યુવાની મા પહોંચેલા બાળકો ને વિદ્યાર્થી સમયમાં જ હવે સંસ્કાર મળી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે પરિવાર કરતાં શિક્ષકો પાસે વધુ રહેતો હોય છે. ત્યારે શિક્ષકોની મોટી જવાબદારી બની રહી છે.
ગુજરાતમાં શાળાઓમાં શિક્ષકો પર માર મારવા પર પ્રતિબંધ છે. કારણ કે અનેક ફરિયાદો ઉઠી છે કે, શિક્ષકો દ્વારા બાળકોને બેફામ માર મારવામાં આવે છે. પરંતુ અમુક અપવાદ જેવા કિસ્સાઓ ને કારણે વિદ્યાર્થીઓ અવળે રસ્તે ચાલતા હોય કે ન કરવાનું કરતા હોય ત્યારે શિક્ષકો શિક્ષા આપે તે આદિ કાળથી ચાલતું આવ્યું છે.
Read this also:
કારીગરોનું પીએફ ચોરવુ, ગાડીઓના નામે ગોરખધંધો કરવાનો આરોપ છતા સવજી ધોળકિયાને સમાજસેવા માટે પદ્મશ્રી
સામાજિક અગ્રણીઓ કહી રહ્યા છે કે, વિદ્યાર્થીઓના વાલી યોગ્ય પરવરીશ કરી રહ્યા નથી, અને શિક્ષકો અને સજા કરવા પણ દેતા નથી. જેને કારણે બાળકોમાંથી ખોટું કરવાનો ડર ચાલ્યો ગયો છે. બાળકો શાળા સમયથી જ ટુકડીઓમાં ફરતા થઇ ગયા છે અને નાની નાની બાબતોમાં જૂથવાદ ઊભો કરી બબાલ કરતા હોય છે.
ઘણી વખત ગંભીર હુમલાઓ પણ થઈ જાય છે અને છરી કે ચાકુ વડે એકબીજા પર હુમલા થવાના પણ બનાવ સામે આવ્યા છે. હાલમાં ગુજરાતની દરેક શાળાઓમાં ગણીએ તો તમામ શાળાઓમાં કોઈક ને કોઈક વિદ્યાર્થીઓ છરી સાથે ફરતા હોય તે જગજાહેર છે. આ વિદ્યાર્થીઓ મોટા થઈને કોલેજ ગાળામાં મોટી હુમલો કરવા પ્રેરાય છે અને માફિયાગીરી પર પણ ઉતરી જાય છે.
વાલીઓ ઘરે ધ્યાન નથી આપતા અને શિક્ષકો આવા ઝઘડામાં સજા કરવા જાય તો વાલીઓ જ ચડી બેસતા હોય છે કે, અમારા દીકરાને સજા શા માટે કરી. કોલેજકાળ માં પહોંચવા સુધીમાં ગંભીર ગુના કરવાની હિંમત પણ આવી જતી હોય છે. જે હવે અટકાવવામાં નહીં આવે તો ગંભીર સમય આવી ગયો છે અને વધુ ગંભીર સમય આવી શકે છે.
Read this also:
કોણ હતો એ દાઢીવાળો જે હત્યાના વિડીયો ડીલીટ કરાવવા માંગતો હતો, ફેનીલે શા માટે ગ્રીષ્મા પાસે 50000 ની ખંડણી માંગેલી?
ગઈકાલે સુરતના આત્મમંથન કાર્યક્રમમાં સામાજિક આગેવાનો એ જાહેરમાં સ્વીકાર્યું છે કે, લોકો માંથી પોલીસનો ડર દૂર થઈ ગયો છે. પરંતુ બાળકોમાં સંસ્કાર ની પણ ઉણપ દેખાઈ રહી છે. યુવાની કાળમાં ગુનો કરવા જઈ રહેલા લબરમૂછિયાઓ મા પોલીસ અને કાયદાનો ડર હોવો જરૂરી છે. ત્યારે આગેવાનો અને પ્રબુદ્ધ લોકોનું માનવું છે કે શિક્ષકોને સજા કરવાની છૂટ આપવી જોઈએ. જેથી ભવિષ્યની પેઢી ને ગંભીર ગુનાઓ કરતા અટકાવી શકાય.