ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. PM મોદી(PM Modi)નો ગઢ હોવાના કારણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખાસ છે. જ્યાં BJP ચૂંટણી પ્રચારમાં એડિચોટીનું જોર લગાવી રહી છે, ત્યાં આમ આદમી પાર્ટી(AAP) આ વખતે રાજ્યમાં પરિવર્તનનો દાવો કરી રહી છે.
ગુજરાતમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુદ ભાજપને ટક્કર આપવા માટે આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર રહીને ચૂંટણી પ્રચારનો ભાગ બનશે. જ્યારે, PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ રેલીઓ અને જાહેર સભાઓ ગજવશે.
જાણો શું છે PM મોદીનો કાર્યક્રમ?
મહત્વનું છે કે, PM મોદી આજે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ, ધોરારજી, અમરેલી અને બોટાદમાં રેલીઓને સંબોધિત કરશે. PM મોદી આજે કુલ ચાર રેલીઓને સંબોધિત કરશે. આ સાથે PM સોમનાથ મંદિરના દર્શન કરવા પણ પહોંચશે, ત્યારબાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં PM મોદી તેમનું સંબોધન થશે.
જાણો શું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ?
ઉલ્લેખનીય છે કે, ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. અમિત શાહ આજે તાપી અને નર્મદા જિલ્લામાં જાહેર સભાઓને સંબોધિત કરશે.
જાણો શું છે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ?
મહત્વનું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. 20 નવેમ્બરના રોજ હાલોલ ખાતે સાંજે 4 કલાકે રોડ શોમાં ભાગ લેશે. જયારે 21 નવેમ્બરે સાંજે 5 કલાકે અમરેલીમાં રોડ શોમાં ભાગ લેશે. 22 નવેમ્બરે ખંભાળિયામાં બપોરે 2 કલાકે જાહેરસભાને સંબોધશે અને સાંજે 5 વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેર સભાને સંબોધશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.