તરીખ 28.9.19 અને શનિવારના રોજ શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહૂતિ થતાની સાથે જ ગુજરાત ભારતીય જનતા પાર્ટી પેટાચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની છે. પેટા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને અગાવથી તૈયારીઓ કરી દેવામાં આવી હતી. અને નામ પણ ફાઈનલ થઈ ગયા છે.
આમ તો, શ્રાદ્ધ પક્ષ સમયે કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરવા માટે તૈયાર નથી. ત્યારે આજે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતા જ સાંજે ભાજપ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે. જેમાં સુત્રોની જાણકારી અનુસાર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પક્ષપલટુઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ટિકિટ ફાઈનલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી જ્યારે ધવલસિંહ ઝાલાને બાયડ બેઠક પરથી ટિકિટ ફાઈનલ હોવાનું સુત્રોની પાક્કી માહિતી છે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર રાધનપુર અને ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પરથી જ જીતીને ધારાસભ્ય બન્યા હતા.
ત્યાર પછી અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ સાથે મતભેદો ઉભા થતાં તેણે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો. તો અલ્પેશના પગલે ધવલસિંહ ઝાલા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. અને તેમના ધારાસભ્ય તરીકે રાજીનામા બાદ આ બંને બેઠક ખાલી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.