આજે છે બીજા તબક્કાના પ્રચારનો અંતિમ દિવસ, દિગ્ગજ સ્ટાર પ્રચારકો મેદાને- જુઓ કયા-કયા કરશે ચૂંટણી પ્રચાર

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષો દિવસ-રાત દોડધામ કરી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સાથે જ જાહેર પ્રચારના…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષો દિવસ-રાત દોડધામ કરી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સાથે જ જાહેર પ્રચારના ભુંગળા શાંત થવાનું નામ લેતા નથી. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કાનું મતદાન આગામી 5મી ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. ત્યારે આજે સાંજે 5 વાગતાની સાથે જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોની નજર મતદાન પર રહેશે.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થયા બાદ હવે આગામી 5મી ડિસેમ્બરના રોજ 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને બીજા તબક્કાની ચૂંટણી માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે, સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ બંધ કરી દેવામાં આવશે. જે બાદ રાજકીય પક્ષો ડોર ટૂ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો યોજી શકશે. મતદાનના 48 કલાક અગાઉ પ્રચાર પડઘમ શાંત થઇ જશે.

ત્યારે હવે પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો વિવિધ જગ્યાએ રેલીઓ અને સભાઓ ગજવશે. આજે સાંજે 5 વાગ્યાના ટકોરે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારો સોશિયલ મીડિયા પર વધુ સક્રિય થઈ જશે.

ત્રણેય પક્ષના નેતા કરશે પ્રચંડ પ્રચાર:
જણાવી દઈએ કે, આજે ભાજપ-કોંગ્રેસ-AAPના નેતાઓ જનસભાઓ ગજવશે. UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આજે 3 જનસભા યોજાશે અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા 3 જિલ્લામાં પ્રચાર કરશે, તો બીજી બાજુ આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અરવલ્લી અને પાટણમાં રોડ-શો કરશે. બીજા તબક્કા માટે કોંગ્રેસ નેતાઓ પણ જનસભા ગજવશે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 4 જગ્યાએ રોડ-શો કરશે.

5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *