કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાલમાં IPLનું આયોજન દુબઈમાં કરવામાં આવ્યું છે. હાલમાં ‘મુંબઈ ઇન્ડિયન્સ’ ટીમનો કેપ્ટન રોહિત શર્માને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLનું આયોજન આ વખતે યુનાઇટેડ આરબ અમિરાતમાં કરવામાં આવ્યું છે તેમજ એમાં હવે ધીરે-ધીરે મેચો ધૂમ મચાવી રહી છે.
રવિવારની મેચમાં તો એકદમ રોમાંચક રહી હતી. જેમાં બંને ટીમે મળીને કુલ 449 રન ફટકારી દીધા હતાં. હવે સોમવારનાં રોજ દુબઈમાં ‘મુંબઈ ઇન્ડિયન્સ’ની ટીમનો મુકાબલો ‘રોયલ ચેલેન્જર્સં બેંગલોર’ની ટીમ સામે થવાનો છે. ‘મુંબઈ ઇન્ડિયન્સે’ કુલ 2 મેચ રમી છે. જેમાંથી એનો 1 મેચમાં વિજય થયો છે તેમજ બીજી મેચમાં પરાજય થયો હતો.
આ રીતે વિરાટ કોહલીની બેંગલોરની ટીમ પણ 1 મેચ જીતી ગઈ છે તેમજ 1 મેચ હારી ગઈ છે. હવે આજે એ જોવાનું રહેશે કે, કઈ ટીમ આગેકૂચ કરે છે. જો કે, મુંબઈની ટીમ રનરેટમાં આગળ રહેલી છે. મુંબઈની ટીમનો કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરી શકે એમ છે. આની માટે એને ફક્ત 10 રનની જરૂર રહેલી છે.
IPLના ઇતિહાસમાં ફક્ત 2 જ બેટ્સમેન એવા છે કે, જેમણે કુલ 5,000 થી વધુ રન કર્યા છે. જેમાં એક છે વિરાટ કોહલી જે આજની મેચમાં રોહિતની સામે રમવાનો છે. બીજો છે સુરેશ રૈના જે આ વખતે દુબઈ પહોંચ્યા પછી પોતાના વતન પાછો ફરી ગયો તેમજ રમી રહ્યો નથી.
આમ તો રોહિત શર્માની પાસે કુલ 5,000 રન પૂર્ણ કરવાની ઉત્તમ તક રહેલી છે. IPLમાં સર્વોચ્ચ સ્કોર કે સૌથી ઝડપી સદી જેવા રેકોર્ડ તો ભારતીય ખેલાડીના નામે નથી પણ સૌથી વધારે રનનો રેકોર્ડ ભારતીયોના નામે રહેલો છે, વિરાટ કોહલી, સુરેશ રૈના તેમજ રોહિત શર્મા એમાં મોખરે છે.
રોહિત શર્માએ કુલ 190 મેચમાં કુલ 4,990 રન નોંધાવ્યા છે. આ દરમિયાન એણે એક સદી તથા કુલ 37 જેટલી અડધી સદી ફટકારી છે તો બીજી બાજુ કોહલીએ કુલ 5 સદી તથા કુલ 36 અડધી સદીની સાથે કુલ 179 મેચમાં કુલ 5427 રન નોંધાવ્યા છે. સુરેશ રૈના કુલ 5,368 રન સાથે બીજા ક્રમ પર છે. આ સિઝનમા રૈના રમતો નથી ત્યારે રોહિત શર્માની પાસે બીજા ક્રમ પર પહોંચવાની ઉત્તમ તક રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle