ગુજરાતમાં થશે ઠંડી બેકાબુ: કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ, રાજ્યમાં 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Gujarat Weather Forecast: રાજ્યના વાતવરણને લઈને હવામાન વિભાગે(Gujarat Weather Forecast) કરેલી અગાહી અનુસાર આજે તાપમાનમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે અમદાવાદમાં 18…

Gujarat Weather Forecast: રાજ્યના વાતવરણને લઈને હવામાન વિભાગે(Gujarat Weather Forecast) કરેલી અગાહી અનુસાર આજે તાપમાનમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન હતુ જે આજે 17 ડિગ્રી જેટલું થયું છે. તો ગાંધીનગરમાં 17 ડિગ્રી જેટલું હતું જે આજે 14 ડિગ્રી આસપાસ તાપમાન થયું. એટલે કે આજે રાજ્યમાં 1 થી 3 ડિગ્રી જેટલો અલગ અલગ વિસ્તારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જેના કારણે તાપમાન ઘટતા લોકોને ઠંડીનો અહેસાસ જોવા મળ્યો છે. તો સાથે જ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા પણ ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું અનુસાર પવન ગતિ પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે જેથી ઠંડી અનુભવાશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થયો
તારીખ 08/02/2024 એટલે કે ગુરૂવારના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ઉત્તર-પૂર્વના પવનો શરૂ થવા શહેરમાં સવારથી જ ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે . જેથી ગરમીનો પારો 3.5 ડિગ્રી ગગડી ગયો હતો જ્યારે ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.

આજે રાજ્યમાં 1થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો
હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર, આજે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન હતું જે 17 ડિગ્રી પોહ્ચ્યું છે. જ્યારે ગાંધીનગરમાં 17 ડિગ્રી હતું. જે હાલ 14 ડિગ્રી આસપાસ પોહ્ચ્યું છે. તેમજ આજે રાજ્યમાં 1 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે તાપમાન ઘટતા લોકોને ઠંડીનો અહેસાસ જોવા મળ્યો છે.

રાજ્યમાં કેવુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર, કચ્છ,મહીસાગર,મહેસાણા,પંચમહાલ,પાટણ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

તો બીજી બાજુ અમદાવાદ, આણંદ, અરવલ્લી,બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ઓછુ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી બાજુ મોરબી, મહેસાણા, પંચમહાલ,સાબરકાંઠા,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ઓછુ તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ અમરેલી,ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમા તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે.