સુરત: લારીવાળાઓ પાસેથી અધધધ… હજારો રૂપિયાની લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાન ઝડપાયા

રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા પકડતા હોય છે. ત્યારે આજે સુરત શહેરમાં ફ્રુટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાનને ઝડપી…

રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા પકડતા હોય છે. ત્યારે આજે સુરત શહેરમાં ફ્રુટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને TRB જવાનને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા બંને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.

મહિનાના રૂપિયા 500થી 1000 લાંચ માગતા
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં હીરાબાગ ચારરસ્તાથી કાપોદ્રા ચારરસ્તા ઉપર ફ્રુટના છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી અવાર-નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમી આધારે એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક જાગૃત નાગરિકનો સહકાર મેળવ્યો હતો. જાગૃત નાગરિક પોતાની લારીમાં ફ્રુટ ભરીને હીરાબાગ ચારરસ્તાથી કાપોદ્રા ચારરસ્તા વચ્ચેના જાહેર રસ્તા ઉપર ફ્રુટની લારી લઇ ફ્રુટનો ધંધો કરે છે. જેથી ટ્રાફિક ASI અને TRB જવાને જાહેર રસ્તા ઉપર લારી ઉભી રાખી ધંધો કરવાના અવેજ પેટે મહિનાના રૂપિયા 500થી 1000 સુધીના ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરતા હતા.

એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાથી અટકાયત કરી
આરોપી ટ્રાફિક શાખાના રાકેશ ફતેસીંગ ચૌધરીને મળતા તેઓએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં આરોપી ટીઆરબી જવાન સનેષ કનૈયાલાલ કુશવાહાને આપવા જણાવ્યું હતું. એસીબી પોલીસ ઇન્સપેકટરે એસ.એન.દેસાઇ છટકું ગોઠવ્યું હતું. જેમાં 1000 રૂપિયા લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોવાથી અટકાયત કરી છે.

અગાઉ કોઝવે સીંગણપોર રોડ પર TRB જવાન લાંચ લેતા ઝડપાયો હતો
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ 29 જૂનના રોજ ટીઆરબી જવાન રાકેશ લાલબાબુ યાદવ શાકભાજી માર્કેટમાં છૂટક શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી માસિક 100 રૂપિયાની લાંચની માંગ કરી હતી. આ સાથે રૂપિયા નહીં આપે તો ખોટી રીતે હેરાન પરેશાન કરી કેસ કરવાનું અને માર્કેટની બહાર નહીં બસેવા જણાવ્યું હતું. જ્યારે તમામ વેપારીઓ પાસેથી 100 રૂપિયા લેખે 4000 હજાર રૂપિયાની માંગ કરી હતી. જેથી એક વેપારીએ સુરત ગ્રામ્ય ACBનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં કોઝવે સીંગણપોર રોડ પર રાકેશ 4000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *